અંધશ્રદ્ધા વચ્ચે રાજકોટ જીલ્લાના આ ગામમાં 100% વેક્સિનેશન

  • July 04, 2021 01:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક તરફ રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિન અંગે અજાગૃતતા અને અંધશ્રદ્ધા પ્રવર્તી રહી છે...ત્યારે આવા સમયમાં રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનું ભેડા પીપળીયા ગામમાં ગ્રામ જનોએ 100 % વેક્સિન મુકાવી છે....જેતપુર તાલુકાનું પ્રથમ એવું ગામ ભેડા પીપળીયા બન્યું છે કે જ્યાં રહેતા તમામ લોકોએ વેક્સિન મુકાવી છે....

ભેડા પીપળીયા ગામની વસ્તીની વાત કરવામાં આવે તો ગામમાં 850 લોકોની વસ્તી છે...આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઈ લોકોને વેક્સિન અંગે સમજાવટ કરતા આખરે આ ગામમાં રહેતા 18+ની વય ના તમામ લોકોએ વેક્સિન મુકાવી છે....

આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ઘરે-ઘરે જઈ જાગૃત કર્યા
850 લોકોની વસ્તી ધરાવતુ ભેડા પીપળીયા ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા ઘરેઘરે જઈને લોકોને કોરોનાની વેક્સિન અંગે સમજાવવામાં આવ્યા હતા..જેના કારણે આ ગામના 18+ વયના તમામ લોકોએ કોરોનાની રસી મુકાવી હતી...અને આ ગામમાં 100% વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે..

અંધશ્રદ્ધા વચ્ચે ગામમાં 100 ટકા વેક્સિનેશન
એકબાજુ રાજકોટ જિલ્લાના અનેક ગામમાં કોરોનાને લઈને અંધશ્રદ્ધા છે...આ અંધશ્રદ્ધા વચ્ચે જેતપુર તાલુકાના ભેડા પીપળીયા ગામના તમામ લોકોએ કોરોનાની રસી મુકાવી છે...આમ 100 ટકા રસીકરણની સિદ્ધિ મેળવનાર તાલુકાનું પ્રથમ ગામ બન્યું ભેડા પીપળીયા

રાજકોટ જિલ્લાના 5 ગામમાં 90થી 95 ટકા, જ્યારે 13 ગામમાં 80થી 85 ટકા વેક્સિનેશન
રાજકોટ જિલ્લાના 5 ગામડા એવા છે કે જ્યાં વેક્સિનેશનની કામગીરી 95 ટકા સુધી થઈ ગઈ છે..એટલે કે ગામની વસ્તીના 95 ટકા લોકોએ વેક્સિન લઈ લીધી છે...જ્યારે અન્ય 13 ગામડા એવા છે કે જ્યાં 80 થી 85 ટકા લોકોએ વેક્સિન લઈ લીધી છે...

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમની કામગીરી બિરદાવા લાયક છે
મોટાભાગના શહેરી વિસ્તારમાં લોકોએ કોરોના રસી લઈ લીધી છે...આમ આ નાનકડા ગામે સંપૂર્ણ રસીકરણની દિશા દર્શાવી છે...આ ગામના લોકોની જાગૃતિ સલામીને પાત્ર છે તેની સાથે આ કામમાં સહયોગ આપનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમની સમર્પિત સેવાઓ પણ મહત્વની છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS