તાઉતે બાદ કેન્દ્રની ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય જાહેર

  • May 19, 2021 05:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાઉતેની તારાજીનું નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદીએ સહાયની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર દ્વારા ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સિવાય મૃતકોના પરીજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. આ અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી જાહેરાત કરી હતી.

 

 

આ સાથે જ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું છે કે વાવાઝોડામાં ઘાયલ થયેલા છે તેમને 50,000 રૂપિયાની મદદ કરવામાં આવશે.


 

 

ઉલ્લેખનીય છે કે આજે સવારથી વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે હતા. તેમણે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓ અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં તેમણે સમગ્ર સ્થિતિની સર્વ ગ્રાહી સમીક્ષા અને પરિસ્થતિની વિગતો એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી.

 

જો કે આ પ્રાથમિક સહાય છે. ટુંક સમયમાં મિનિસ્ટર્સની કમિટીનું ગઠન કરવામાં આવશે અને ગુજરાત સરકાર સાથે સંકલન કરીને નુકસાની અંગેનો ગહન અભ્યાસ હાથ ધરાશે અને ત્યારબાદ જરૂરી સહાય કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે

 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021