દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટના 1189 કેસ

  • April 17, 2021 09:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માહિતિ આપી, ડબલ સ્વરૂપના કેસથી દેશમાં હાલત વધુ ખરાબ

 



દેશમાં કોરોનાવાયરસ મહામારીના વધી રહેલા કેસની વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય એવી માહિતી આપી છે કે દેશમાં પડકાર વધી રહ્યો છે કારણ કે નવા વેરિએન્ટ ના 1189 કેસ મળી આવ્યા છે અને તમામ રાજ્યોને એલર્ટ આપવામાં આવ્યું છે.

 


આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ખૂબ જ ઘાતક ગણવામાં આવે છે. 1,189 આવા કેસો પૈકી 1109 કેસ બ્રિટનમાં મળી આવેલા કોરોના ના નવા સ્વરૂપવાળા છે. જ્યારે 79 નમુના દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા વેરિએન્ટ ના છે. એ જ રીતે એક નમૂનો બ્રાઝિલમાં મળી આવેલા સ્વરૂપ વાળો છે.

 


આરોગ્ય મંત્રાલય દ્વારા એવી જાણકારી આપવામાં આવી છે કે 15મી એપ્રિલ સુધી 13 હજારથી વધુ નમૂનાઓની પ્રયોગશાળાઓમાં ચકાસણી કરવામાં આવી છે અને તેમાંથી આ બધી હકીકત બહાર આવી છે.

 


દેશમાં કોરોનાવાયરસ મહામારી ભયંકર રીતે ફેલાઈ રહી છે અને વધુ ઘાતક બની રહી છે તેની પાછળના કારણો સ્પષ્ટ છે અને ડબલ સ્વરૂપવાળા વાયરસ ને કારણે આ દેશમાં પરિસ્થિતિ વધુ ગંભીર બનતી જાય છે. જો કે આ પહેલા પણ નિષ્ણાતોએ ચેતવણી આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS