ઉત્તર પ્રદેશ : પંચાયત ચૂંટણીમાં ડ્યુટી કરનાર 135 શિક્ષકોના મોત : હાઇકોર્ટની ફટકાર કોણ છે જવાબદાર?

  • April 29, 2021 01:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તરપ્રદેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. આવી સ્થિતિમાં પંચાયત ચૂંટણીમા ફરજ નિભાવી રહેલા 135 શિક્ષકોના મોતનો મામલો સામે આવ્યો છે. શિક્ષકોના મોત ઉપર અલ્હાબાદ હાઇકોર્ટે સ્ટેટ ઇલેક્શન કમિશનને નોટિસ જારી કરી છે. સાથે જ હાઈકોર્ટે કમિશનને પુછ્યું છે કે પંચાયત ચૂંટણી દરમિયાન પ્રોટોકોલ  લાગુ નહીં કરવા તમારા અને તમારા અધિકારીઓ સામે શા માટે કાર્યવાહી કરવામાં આવે નહીં?

 

 

મળતી ખબર અનુસાર ઉત્તરપ્રદેશ પંચાયત ચૂંટણીમાં ડ્યુટી કરનાર 135 શિક્ષક, શિક્ષામિત્ર અને અનુદેશકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત પંચાયતમાં પ્રથમ તબક્કામાં પ્રશિક્ષણથી લઈને ત્રીજા તબક્કામાં સુધીમાં હજારો શિક્ષક શિક્ષામિત્ર અને અનુદેશકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. સુબામાં અત્યાર સુધીમાં જ્યાં ચૂંટણીઓ થઈ છે. ત્યાં કોરોના સંક્રમણના અનેક ગણા મામલા સામે આવ્યા છે. આથી રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પંચાયત ચૂંટણી તાત્કાલિક સ્થગિત કરીને ડ્યુટી દરમિયાન સંક્રમિત થયેલા લોકોને નિ:શુલ્ક સારવાર અને મૃતકોના પરિવારજનોને 50 લાખની સહાયતા આપવાની માંગ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS