રાજકોટમાં કોરોનાના વધુ ૧૫ શંકાસ્પદ કેસ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં ગઈકાલે યાજ્ઞિક રોડ અને કાલાવડ રોડ પરના વિસ્તારમાંથી કોરોનાના બે પોઝીટીવ કેસ મળી આવ્યા બાદ આજે વધુ ૧૫ શંકાસ્પદ કેસ મળી આવતાં તેના એનાલીસીસ માટે લેબોરેટરીમાં સેમ્પલ મોકલવામાં આવ્યા છે. સત્તાવાર સાધનોમાંથી મળતી માહિતી મુજબ આજે જે ૧૫ કેસ શંકાસ્પદ મળી આવ્યા છે તેમાં રાજકોટ શહેરના ૧૩ અને ગ્રામ્ય વિસ્તારના બે કેસનો સમાવેશ થાય છે. ૧૫ કેસમાં સાત પુરુષો અને આઠ મહિલાઓનો સમાવેશ થાય છે. પ્રાઈવેટ હોસ્પિટલમાંથી ત્રણ શંકાસ્પદ કેસ મળી આવ્યા છે જ્યારે બાકીના ૧૨ કેસ સરકારી હોસ્પિટલમાંથી મળ્યા છે.

ટવીન્સ સહિત ચાર બાળકો શંકાસ્પદ દર્દી
આજે જે ૧૫ શંકાસ્પદ કેસ કોરોનાના મળી આવ્યા છે તેમાં ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે. જંગલેશ્ર્વર વિસ્તારમાંથી દોઢ વર્ષની વયના એક મેઈલ એક ફિ-મેઈલ ટવીન્સ બાળકને પણ કોરોનાના શંકાસ્પદ ચીન્હો જણાતાં તેને નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત બે મહિનાના એક બાળકને અને ચાર વર્ષના બાળકને પણ કોરોના શંકાસ્પદ હોવાનું જણાઈ રહ્યું છે. 
 

રાજકોટ જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓને ઇન્સીડન્ટ કમાન્ડન્ટ ગણવા કલેકટરનો આદેશ
ગઈકાલે સાંજે રાજકોટમાં કોરોના પોઝિટિવના બે કેસ મળી આવ્યા બાદ મેનેજમેન્ટ ક્રાઇસિસ ગ્રૂપની બેઠક મળી હતી અને તેમાં સત્તાના વિકેન્દ્રીકરણ માટે નિર્ણય લેવાયા હતા. કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઝડપભેર નિર્ણય લઈ શકાય અને ઝડપી કામગીરી પણ થઇ શકે તે માટે ડિઝાસ્ટર કંટ્રોલ એકટ મુજબ રાજકોટ જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓને ઇન્સીડન્ટ કમાન્ડન્ટ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર રેમ્યા મોહન, અધિક કલેકટર પરિમલ પંડ્યા સહિતના અધિકારીઓની ખાસ ઉપસ્થિતિમાં ગઈકાલે મોડી રાત્રી સુધી ગ્રૂપની બેઠક ચાલુ રહી હતી અને રાત્રે ૧૧:૩૦ વાગ્યે પ્રાંત અધિકારીઓને વિશાળ સત્તાઓ આપતા હુકમો કરવામાં આવ્યા હતા. કલેકટરના નવા આદેશ મુજબ હવે પ્રાંત અધિકારીઓ કોઈપણ વિભાગના કોઈપણ કર્મચારીને યોગ્ય લાગે તે ફરજ સોંપી શકશે અને આવો કર્મચારી કે અધિકારી ફરજ સંભાળવાની કોઈ સંજોગોમાં ના પાડી શકશે નહીં. આવી જ રીતે જ્યારે વાહનોની વધુ સંખ્યામાં જરૂર પડે તો પ્રાંત અધિકારી ગમે તે વ્યક્તિ કે સંસ્થાનું વાહન રિકવિઝીટ કરી શકશે. ૨૧ દિવસના લાંબા લોકડાઉન દરમિયાન જીવન જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો અવિરત પણે મળી રહે અને લોકોમાં અછતની માનસિકતા ઉભી ન થાય તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલા અને આવશ્યક ચીજવસ્તુ પૂરી પડતા વેપારીઓ, ફેરિયાઓ સહિતનાઓને પાસ ઇસ્યુ કરવાની કાર્યવાહી પણ આજથી શરૂ થાય તેમ જણાઈ રહ્યું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS