પાકિસ્તાનમાં કોરોનાથી એક દિવસમાં થયા 157 મોત અને મચ્યો હાહાકાર

  • April 26, 2021 03:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણથી 157 લોકોનાં મોત નીપજ્યાં. જ્યારે ચેપના 5908 નવા કેસ નોંધાયા છે. પાકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે કોરોના વાયરસના ચેપથી મૃત્યુના એક દિવસનો આ આંકડો ગતવર્ષમાં સૌથી વધુ છે.

 

 

રાષ્ટ્રીય આરોગ્ય સેવા મંત્રાલયે કહ્યું કે, 157 માંથી 53 દર્દીઓ વેન્ટિલેટરમાં હતાં જ્યારે તેઓ મૃત્યુ પામ્યા હતા. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, 'પાકિસ્તાનમાં કોરોના વાયરસથી છેલ્લા 24 કલાકમાં 157 લોકોના મૃત્યુ થયા છે. ગત વર્ષે 20 જૂન પછીનો આ સૌથી વધુ મોટો આંક છે. જ્યારે એક જ દિવસમાં કોરોનાના કારણે 153 લોકોનાં મોત નીપજ્યાં હોય.”

 

 

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 16999 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે કેસોની કુલ સંખ્યા 790016 ને પાર પહોંચી ગઈ છે. મંત્રાલયે વધુમાં કહ્યું, 'પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 686488 લોકો સ્વસ્થ થયા છે. જે ઘણી મોટી સંખ્યા છે. દેશમાં હજી પણ 86529 લોકો ચેપની લપેટમાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS