જામનગરમાં કોરોના પોઝીટીવ 100ની અંદર : 24 કલાકમાં 17 મોત

  • May 25, 2021 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુલ મૃત્યુઆંક 4362 : કુલ પોઝીટીવ કેસ 33429 : ડીસ્ચાર્જ 442: ગ્રામ્યમાં ગઇકાલે માત્ર 52 દર્દીના રીપોર્ટ આવ્યા પોઝીટીવ : શહેરમાંથી 238 થયા ડીસ્ચાર્જ : કોરોના ઘટતા લોકોમાં રાહત સાથે ખુશી : હજુ મૃત્યુઆંક ઘટતો ન હોવાથી થોડી ચિંતા

જામનગર સહિત સમગ્ર હાલારમાં કોરોનાનો રાક્ષસ ધીરે ધીરે તેની માયા સંકલી રહયો છે, લાંબા સમય બાદ જામનગર અને ગ્રામ્ય વિસ્તારના પોઝીટીવ કેસની સંખ્યા 100 ની અંદર પહોંચી ગઇ છે, ગઇકાલે શહેરમાં 82 અને ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 52 પોઝીટીવ કેસ નોંધાયા હતા, હવે મૃત્યુઆંક ઘટવાની જર છે, 24 કલાકમાં 17 દર્દીના મોત થયા છે જો કે તેની સામે 442 દર્દીઓ સાજા થઇને ઘેર પહોંચી ગયા છે, અત્યાર સુધીમાં 33429 દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે, સરકારી ચોપડે જીલ્લામાં 3 મોત દશર્વિાયા છે, અને અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 4362 થયો છે.

જામનગર જીલ્લામાં ગઇકાલે 134 કેસ નોંધાયા હતા, શહેરમાં 1473 સેમ્પલ લેવાયા હતા જેમા 82 દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા અને 238 ડીસ્ચાર્જ થયા હતા, શહેરમાં 1 મોત દશર્વિાયુ છે, જયારે ગ્રામ્ય વિસ્તારમાં 1556 સેમ્પલ લેવાયા હતા જેમા 52 નવા કેસ નોંધાયા છે તેની સામે 204 દર્દી સાજા થઇ ઘરે આવી ગયા છે. ગ્રામ્ય વિસ્તારમાં 2ના મૃત્યુ થયા છે અને કુલ 152ના મોત થયા છે, જયારે જામનગર શહેરમાં 199ના અત્યાર સુધીમાં મોત થયાનું સરકારી ચોપડે દશર્વિવામાં આવ્યું છે.

છેલ્લા અઠવાડીયાથી તો જામનગર શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું પ્રમાણ સા એવુ ઘટયું છે તે રાહત જનક સમાચાર છે, કોવિડ હોસ્પીટલમાં 800 અને ડેન્ટલ હોસ્પીટલમાં 175 જેટલા દર્દી હોવાનું જાણવા મળ્યું છે જો કે તેની સામે મ્યુકરમાઇકોસીસીના 114 જેટલા દર્દીઓ સારવાર હેઠળ હોવાનું પણ જાણવા મળ્યું છે, હજુ પણ 60 થી 65 મિનીટે એકનું મોત થાય છે તે ડોકટરોમાં પણ ચિંતાનું કારણ બન્યું છે. ગામડાઓમાં પણ કોરોનાનું પ્રમાણ ખુબ જ ઘટી ગયું છે.
 

જામનગર
ભરતસિંહ ગોહિલ નવાગામ, ભારતીબેન મુકેશભાઈ ચૌહાણ જામનગર, હઠીસિંહ હરિસિંહ જાડેજા (ઉ.વ.84)  ખોડિયાર કોલોની, જવાહરભાઈ પદમશીભાઈ શેખ જામનગર, મનોજભાઈ સીતાપરા (ઉ.વ.53) સાધના કોલોની, મદન મોહન આચાર્ય જામનગર, માધુરીબેન ધાંધા જામનગર, પ્રવિણકુમાર જામનગર, રાજેશ ગૌરીશંકર બારોટ જામનગર, શ્યામ નારાયણ ધુલિયા જામનગર, શૈલેષભાઈ દેવજીભાઈ સંપત જામનગર, વાલજીભાઈ કણઝારિયા જામનગર

લાલપુર
પ્રતિભાબેન ભરતભાઈ મહેતા (ઉ.વ.47) લાલપુર

દેવભૂમિ દ્વારકા
પ્રતાપભાઈ વસરામભાઈ ચોપડા ખંભાળિયા

રાજકોટ
જીજ્ઞાશાબેન પરમાર રાજકોટ, પુષ્પાબેન કણઝારિયા રાજકોટ, જેન્તીલાલ પ્રાગ્જીભાઈ ચુડાસમા ઉપલેટા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS