ભારતમાં ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, 24 કલાકમાં 2.40 લાખ નવા કેસ, 3741 દર્દીઓના મોત

  • May 23, 2021 10:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી રહી હોય તેમ જણાય છે. કોરોના સંક્રમિત થતા દર્દીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. જો કે તેમ છતાં મોતનો આંકડો ઘટી નથી રહ્યો. 

 

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 2,40,842 કેસ નોંધાયા છે જ્યારે 3741 લોકોના મોત થયા છે. કોરોનાના નવા કેસ બાદ હવે દેશમાં કુલ સંક્રમિત દર્દીની સંખ્યા 2 કરોડ 65 લાખ 30 હજાર 132 થઈ છે. 

 

દેશમાં કોરોનાના 28 લાખ 5 હજાર 399 એક્ટિવ કેસ છે જ્યારે 2 કરોડ 34 લાખ 25 હજાર 467 લોકો સ્વસ્થ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 2 લાખ 99 હજાર 266 લોકોના મોત કોરોનાથી થયા છે. 

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021