સુરત, અમદાવાદમાં તાઉતેની અસર: અમદાવાદમાં 2 માળનું મકાન ધરાશાયી, સુરતમાં ફુંકાયો તીવ્ર પવન

  • May 18, 2021 09:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાઉતે વાવાઝોડુ આગામી બે-ત્રણ કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે..આ દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે. કામ વગર કોઈપણ વ્યક્તિએ બહાર ના નીકળવાના જિલ્લા કલેકટરશ્રી તાકીદ કરી છે. 

 

તાઉતે વાવાઝોડાની સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં જોવા મળી રહી છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરમાં સવારથી વરસાદ શરુ છે જ્યારે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. અહીં ભારે પવન અને વરસાદના કારણે ઉસ્માનપુરામાં બે માળનું મકાન ધરાશાયી થયું છે. જો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. 

 

આ સાથે સુરતમાં પણ તાઉતે વાવાઝોડાની અસર વર્તાઈ છે. અહીં 80-90 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગે અહીં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. જેને પગલે મ્યુનિ.કમિશનર દ્વારા શહેરીજનોને ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS