જામનગરમાં 24 કલાક, 103 મોત

  • April 30, 2021 01:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મૃતકોમાં જામનગર શહેરના 68 દર્દી: ઘર-ઘરમાં માતમ: સાત માસના બાળકનું મોત

જામનગરની સરકારી હોસ્પિટલ યમનું ધામ બની ગઇ છે અને ગઇકાલ બપોરથી આજ બપોર સુધી 103 દર્દીના મોત થયા છે, 99 મૃતકોના નામની યાદી અપાઇ છે, ચાર નામ કાલે અપાશે, આટલા બધા મોત કેમ થઇ રહ્યાં છે તેનો કોઇ જવાબ મળતો નથી, ઓકસીજનની સપ્લાયમાં ખામી હોવાનું સામે આવી રહ્યું છે.

જામનગર સહિત સમગ્ર હાલારમાં કોરોનાનો કોહરામ ખુબ જ વધી ગયો છે, મૃત્યુઆંક સતત વધતો જાય છે, અઠવાડીયામાં 700 થી વધુના મોત થઇ ચુકયા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 103 દર્દીના મોત થયા છે, જામનગર શહેરમાં અત્યાર સુધીના રેકોર્ડબ્રેક 407 અને ગ્રામ્ય વિસ્તારમાં 314 દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે એટલુ જ નહીં ગ્રામ્ય પંથકમાં પણ પોઝીટીવનો આંક 300ને પાર કરી જતા લોકોમા ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે કોવિડ હોસ્પીટલની બહાર હજુ પણ ચિંતામાં લોકો બેસેલા જોવા મળે છે, મૃત્યુઆંકમા થોડો ઘટાડો થયો છે પરંતુ પોઝીટીવ આંકમા ઉછાળો આવ્યો છે. સાત માસના એક બાળકનું મોત થયું છે.

ગઇકાલે બપોરના 1 વાગ્યા થી આજ બપોરે 1 સુધીમાં 103ના મોત થઇ ચુકયા છે જેમા જામનગરના 65, લાલપુર, મોરબીના 6-6, રાજકોટના 5, કાલાવડના 3, પોરબંદરના 2, ધ્રોલ, જોડીયા 2, દ્વારકાના 4, જામજોધપુર અને જુનાગઢના 1-1 દર્દીના મૃત્યુ થયા છે. ગઇકાલે જામનગર શહેરમાં 3878 લોકોના સેમ્પલ લેવાયા હતા જેમા શહેરના 407ના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા અને 353 દર્દીને ડીસ્ચાર્જ કરાયા હતા, ગ્રામ્ય વિસ્તારમાં 1884 દર્દીના સેમ્પલ લેવાયા હતા જેમા 314 દર્દી પોઝીટીવ આવ્યા છે અને 262 દર્દી ડીસ્ચાર્જ થયા છે, જામનગર શહેરમાં 9 મોત થતા કુલ મૃત્યુ આંક 77 અને ગ્રામ્ય વિસ્તારમાં 8 મોત થતા કુલ મૃત્યુ આંક 58 એ પહોચ્યો છે. કોવિડ હોસ્પિટલમાં કુલ મૃત્યુઆંક 2840 થયેલ છે.

કાળમુખા કોરોનાએ અનેક કુટુંબના જીવન બરબાદ કરી દીધા છે, કુટુંબના મોભીને છીનવી લીધા છે 1200 થી વધુ હોમ કવોરોન્ટાઇન છે જેમાં કેટલાક લોકો ગંભીર હાલતમા હોવાનું જાણવા મળે છે, ભયાવહ દ્રશ્યો સર્જાળ રહયા છે, કોવિડ હોસ્પીટલની અંદર દર્દીના ટપોટપ મોત થઇ રહયા છે, જયારે ડેડબોડી બહાર આવે છે ત્યારે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાય છે, સ્મશાનમાં પણ અગ્ની સંસ્કાર માટે લાંબુ વેઇટીંગ જોવા મળે છે.
 

કોવિડ હોસ્પીટલના મૃતકોની યાદી તા. 28 બપોર બાદથી તા.29 બપોર સુધીના મૃત્યુ
જામનગર

(1) અતુલભાઈ ગોપાલદાસ હેડાવ (ઉ.વ.51) રણજીતનગર, (2) અંજનાબેન દીપુભાઈ લીંબાસિયા (ઉ.વ.63) જલાની જાર, (3) અશોકભાઈ પરસોત્તમભાઈ થાનકી (ઉ.વ.55) હાટકેશ સોસાયટી, (4) અનિલભાઈ રમેશભાઈ કાપરાણી (ઉ.વ.49) મચ્છરનગર, (5) અતુલકુમાર મણિશંકર ગોપીયાણી (ઉ.વ.50) રાજગોર ફળી, (6) ઓભુભા મદારસંગ જાડેજા (ઉ.વ.65) મોટી ખાવડી, (7) અનિલભાઈ પ્રભુભાઈ સુરેલિયા (ઉ.વ.67) સમર્પણ સર્કલ, (8) અજાયબેન રામશીભાઈ આંબલિયા (ઉ.વ.40) ગોકુલનગર, (9) અશ્ર્વિનભાઈ ચંદ્રકાંતભાઈ ચુડાસમા (ઉ.વ.44) દિગ્વિજય પ્લોટ, (10) બકુલભાઈ રામેશ્ર્વરભાઈ રાવલ (ઉ.વ.61) નંદનવન પાર્ક, (11) ચંદ્રીકાબેન શામજીભાઈ થાવરિયા (ઉ.વ.50) રઘુવીર પાર્ક, (12) ડાઈબેન બચુભાઈ તાળા (ઉ.વ.78) 3-ઓશવાળ, (13) દીલીપપુરી રાજપુરી ગોસાઈ (ઉ.વ.40) વ્રજવિહાર સોસાયટી, (14) ડાયાભાઈ જીવાભાઈ જેઠવા (ઉ.વ.60) નવાગામ ઘેડ, (15) ઈલાબેન કિશોરભાઈ માલવિયા (ઉ.વ.43) 58-દિ.પ્લોટ, (16) હસુમતીબેન નવીનચંદ્ર વિંછી (ઉ.વ.65) શાંતિનગર, (17) હરખચંદ આણદજી શાહ (ઉ.વ.69) ખોડિયાર કોલોની, (18) હાજરાબેન આમદભાઈ રિંગડિયા (ઉ.વ.80) ધરમનગર, (19) હીરાબેન કિશોરભાઈ ધાંકેચા (ઉ.વ.55) નવાગામ ઘેડ, (20) ગોવિંદભાઈ હંસરાજભાઈ માંડવિયા (ઉ.વ.53) ખીમરાણા, (21) ગીતાબેન હિતેશભાઈ મુંગરા (ઉ.વ.40) બેરાજા, (22) ગજરાબા હેવુભા જાડેજા (ઉ.વ.55) શાંતિનગર, (23) જીજ્ઞેશભાઈ જયેન્દ્રભાઈ હરિયા (ઉ.વ.42) ઓશવાળ કોલોની, (24) જીવરાજભાઈ માધાભાઈ ગોંડલિયા (ઉ.વ.56) પ્રગતિપાર્ક, (25) જીતેન્દ્રભાઈ વશરામભાઈ મુંગરા (ઉ.વ.43) રણજીત સાગર રોડ, (26) કીરિટભાઈ હરીલાલ વોરા (ઉ.વ.61) પટેલ કોલોની, (27) મનસુખભાઈ રામજીભાઈ વીસાવડિયા (ઉ.વ.65) દ્વારકેશ સોસા., (28) મંજુલાબેન ચમનલાલ ફલિયા (ઉ.વ.60) સાધના કોલોની, (29) મુકૂંદભાઈ મુળજીભાઈ લાખાણી (ઉ.વ.81) મંગલબાગ, (30) મનજીભાઈ પશાભાઈ બુસા (ઉ.વ.65) ખોડિયાર કોલોની, (31) મનોહરભાઈ ગોવિંદભાઈ તન્ના (ઉ.વ.75) જામનગર, (32) નયનાબેન હસમુખભાઈ ચાવડા (ઉ.વ.30) શેખપાટ, (33) નટવરલાલ ભાલોડિયા (ઉ.વ.62) રાજનગર, (34) નર્મદાબેન શિવજીભાઈ ગોહિલ (ઉ.વ.67) ખોડિયાર કોલોની, (35) નીતિનભાઈ સોમચંદભાઈ ખીમસિયા (ઉ.વ.51) કામદાર કોલોની, (36) નાઝીમાબેન પઠાણ (ઉ.વ.55) ગુલાબનગર, (37) નિર્મલાબેન એમ. નકુમ (ઉ.વ.50) ગોકુલનગર, (38) નંદલાલભાઈ લક્ષ્મીદાસ પોપટ (ઉ.વ.72) વીરલબાગ, (39) નરેન્દ્રસિંહ જે. ઝાલા (ઉ.વ.69) સ્વામીનારાયણ નગર, (40) નરેન્દ્રભાઈ હીરાચંદ શાહ (ઉ.વ.50) હિરજી મિસ્ત્રી રોડ, (41) પ્રકાશભાઈ મધુકરભાઈ પાઠક (ઉ.વ.56) પટેલ કોલોની, (42) પુષ્પાબેન ભગવાનજીભાઈ ચુડાસમા (ઉ.વ.65) નાઘેડી પાટિયા, (43) પાલીભાઈ હીરાભાઈ પરમાર (ઉ.વ.60) શંકરટેકરી, (44) રાજેશ્ર્વરીબા બહાદુરસિંહ કેર (ઉ.વ.35) નારણપુર, જામનગર, (45) રાકેશભાઈ જેન્તીલાલ મકવાણા (ઉ.વ.41) મેહુલ સિનેમા પાસે, (46) રમાબેન માવજીભાઈ પરમાર (ઉ.વ.40) ખેતીવાડી, જામનગર, (47) રમઝાનઅલી પોપટભાઈ મુખીડા (ઉ.વ.70) ખોડિયાર કોલોની, (48) રજાકભાઈ મુસાભાઈ નાલબંધ (ઉ.વ.60) બર્ધનચોક, (49) સુધાબેન દીલિપકુમાર ચૌધરી (ઉ.વ.65) હનુમાન મંદિર સામે, (50) શાંતાબા રણજીતસિંહ ચૌહાણ (ઉ.વ.65) પવનચક્કી, (51) સજ્જનબા ગુણવંતસિંહ ઝાલા (ઉ.વ.65) રણજીતનગર, (52) સાદીકભાઈ અબુભાઈ સુંભણિયા (ઉ.વ.41) કબીરનગર, નવાગામ, (53) સલીમભાઈ મોહંમદભાઈ દરભડા (ઉ.વ.45) કિશાનચોક, (54) સરોજબા રાજેન્દ્રસિંહ સોઢા (ઉ.વ.51) ખોડિયાર કોલોની, (55) સરોજબેન ચુડાસમા (ઉ.વ.57) મેહુલનગર, (56) સંજયભાઈ નાગડા (ઉ.વ.56) જય ટાવર, (57) સંતોકબેન રવજીભાઈ વીસાવડિયા (ઉ.વ.90) રાજપાર્ક, (58) શ્યામ જયદેવભાઈ ભોગાયતા (7 મહિના) સ્વામીનારાયણ નગર, (59) સુમનબેન બંશીભાઈ (ઉ.વ.61) ગોલ્ડનસિટી, (60) સવિતાબેન કાભાઈ નકુમ (ઉ.વ.45) કાલાવડ નાકા બહાર, (61) શેરબાનુ જુસબ સંધાર (ઉ.વ.50) સરમત, (62) સકરીબેન દીપકભાઈ ગામા (ઉ.વ.50) જામનગર, (63) વિજયાબેન રવજીભાઈ ચાંચપરા (ઉ.વ.65) જીવાપર, (64) વનીતાબેન ભાણજીભાઈ પરમાર (ઉ.વ.55) જીવાપર, (65) વનીતાબેન હેમંતભાઈ અંકલેશ્ર્વરિયા (ઉ.વ.60) જકાતનાકા

લાલપુર
(66) ઉષાબેન મનસુખભાઈ દૂધાગરા (ઉ.વ.45) નવા ઈશ્ર્વરિયા, (67) ચેતનાબેન મનસુખભાઈ મકવાણા (ઉ.વ.52) ખટિયા, (68) વેજીબેન નાજાભાઈ સેદિયા (ઉ.વ.65) લાલપુર, (69) અમૃતભાઈ ડાયાભાઈ કટેશિયા (ઉ.વ.55) મોટી રાફુદળ, (70) મેરામણભાઈ અરશીભાઈ બંધિયા (ઉ.વ.70) લાલપુર, (71) રાજશીભાઈ નાત્રાભાઈ (ઉ.વ.65) લાલપુર

જામજોધપુર
(72) નૈન હમાલ (ઉ.વ.38) જામજોધપુર

કાલાવડ
(73) હસમુખભાઈ ગોવિંદભાઈ વિરાણી (ઉ.વ.50) કલનસર, કાલાવડ, (74) બાબુભાઈ ડાયાભાઈ ઘીયાળા (ઉ.વ.50) બેરાજા, કાલાવડ, (75) દીપકભાઈ મોલિયા (ઉ.વ.35) મેઘપર, નીકાવા

ધ્રોલ-જોડિયા
(76) દિનેશભાઈ નરશીભાઈ રંગવાણી (ઉ.વ.52) લતીપર, ધ્રોલ, (77) કાજલબેન વિશાલભાઈ ગઢવી (ઉ.વ.35), કેશિયા, જોડિયા

દેવભૂમિ દ્વારકા
(78) લાલજીભાઈ નારણભાઈ ઘેડિયા (ઉ.વ.60) જામકલ્યાણપુર, (79) જયેશભાઈ નથુભાઈ નકુમ (ઉ.વ.40) ભાટિયા, (80) જાનકીબેન સુનીલભાઈ દાસાણી (ઉ.વ.30) ઘનશ્યામનગર, (81) મુતીબેન દીલિપભાઈ મરદાનિયા (ઉ.વ.39) ભાટિયા, કલ્યાણપુર, (82) હરદાસભાઈ નાથાભાઈ ગોજિયા (ઉ.વ.60) જામકલ્યાણપુર

પોરબંદર
(83) સાજણબેન કરશનભાઈ કારેણા (ઉ.વ.50) રાણાવાવ, (84) અંજનાબેન દીપકભાઈ માછોડચંદ (ઉ.વ.48) કડિયા પ્લોટ

રાજકોટ
(85) હંસાબેન માંકડિયા (ઉ.વ.70) ભાયાવદર, ઉપલેટા, (86) મંજુબેન મનસુખભાઈ અમરેલિયા (ઉ.વ.60) રિદ્ધિ સિદ્ધિ સોસા., (87) મીઠીબેન રામજીભાઈ બગડા (ઉ.વ.80) મોટી પાનેલી, ઉપલેટા, (88) વિજયાબેન સોમાભાઈ મઢવી (ઉ.વ.55) જામકંડોરણા, (89) કીતાબી કૈયાબી જૈનુદ્દીન (ઉ.વ.41) રાજકોટ, (90) જયશ્રીબેન વિનોદભાઈ પરમાર (ઉ.વ.50) શાસ્ત્રીનગર

મોરબી
(91) પુનિતભાઈ મહાદેવભાઈ રાઠોડ (ઉ.વ.30) ચરડવા, હળવદ, (92) ધરમશીભાઈ ત્રિભુવનભાઈ મકવાણા (ઉ.વ.43) હળવદ, (93) રોહિતસિંહ ગોહિલ (ઉ.વ.56) ધુનડા, ટંકારા, (94) ઈસ્માઈલભાઈ જીવાભાઈ બાદી (ઉ.વ.51) મહીકા, વાંકાનેર, (95) પુષ્પાબેન લલીતભાઈ હાલાણી (ઉ.વ.75) મોરબી, (96) જટુભા પોપટભા ઝાલા (ઉ.વ.85) મોરબી, (97) પરેશભાઈ પ્રેમજીભાઈ દલવાડી (ઉ.વ.60) મોરબી, (98) રમેશભાઈ પ્રાગજીભાઈ કંડોરિયા (ઉ.વ.45) સનાળા રોડ, મોરબી

જુનાગઢ
(99) પ્રફુલ્લભાઈ પરસોત્તમભાઈ ચૌહાણ (ઉ.વ.42) માણાવદર


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS