કોરોના વિસ્ફોટ: જામનગરમાં 24 કલાક 111 મોત

  • April 24, 2021 01:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક જ દિવસમાં ફરી 500 થી વધુ નવા પોઝીટીવ કેસ: કોવિડ હોસ્પીટલની બહાર એમ્બ્યુલન્સની હજુ પણ લાઇનો : બંને સ્મશાનોમાં અંતીમ સંસ્કાર માટે વેઇટીંગ : ઘર ઘરમાં કોરોના જેવી સ્થીતી

જામનગરની સ્થિતિનું વર્ણન કરવા માટે હવે તો શબ્દો પણ રહ્યાં નથી, 24 કલાકમાં કોવિડ હોસ્પિટલમાં 111 મોત થયા ચૂકયા છે તો બીજી બાજુ માત્ર 24 કલાકમાં હવે શહેર જિલ્લામાં 500 થી વધુ પોઝીટીવ દર્દીઓ આવવા લાગ્યા છે જે બાબત સ્પષ્ટ કરે છે કે કોરોનાનું ઘાતક સંક્રમણ બેકાબુ, બેલગામ બની ચૂકયું છે અને ઘર ઘરમાં લગભગ કોરોના પહોંચી ગયો છે, જર છે આકરા નિયંત્રણો લાદવાની, યુઘ્ધના ધોરણે નવા એકશન લેવાની પરંતુ અફસોસ કે શહેર જિલ્લામાં કોરોના સંક્રમણની ગંભીર કટોકટી સર્જાય છે એવા સમયે પણ છુટક મુટક દુકાનો બંધ કરાવવા સિવાય આ તંત્ર અને રાજય સરકાર હજુ પણ મુકપ્રેકક્ષક બનીને બેઠી છે, આથી વધુ ખરાબ સ્થિતિ શુ હોય શકે, હવે તો માત્ર ભગવાન... અલ્લાહ...ગોડ...વાહેગુ સિવાય કોઇ બચાવી શકે એમ નથી.

જામનગર સહિત દ્વારકા જિલ્લામાં પણ કોરોનાનો કાળો કેર યથાવત રહયો છે, યમના તાંડવે તમામના જીવ તાળવે ચોટાડી દીધા છે, એક પછી એક ટપોટપ મોત થઇ રહયા છે, ગઇકાલ બપોરના 1 વાગ્યાથી આજ બપોરે એક વાગ્યા  સુધીમાં 111ના મોત થયા છે, સરેઆશ એક કલાકે પાંચના મોત થઇ રહયા છે, કોરોના ભયાનક રીતે આગળ વધી રહયો છે, અન્ય શહેરોમાંથી હજુ પણ કલેકટરની અપીલ હોવા છતા દર્દીઓનો ઘસારો ચાલુ રહયો છે, મૃત્યુઆંક વધતો જાય છે ત્યારે જામનગરના બંને સ્મશાનોમાં મૃતદેહને અગ્ની સંસ્કાર કરવા માટે લાંબા સમય સુધી વેઇટીંગમાં રહેવુ પડે છે, એક જ દિવસમાં 564 કેસ આવતા દિન પ્રતીદીન નવા રેકોર્ડ થતા જાય છે જયારે 279 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં 2226ના મોત થયા છે,જામનગર શહેર અને જીલ્લામાં કોરોનાનું સંક્રમણ ખુબ જ વધતુ જાય છે, કોવિડ હોસ્પીટલની બહાર 108 એમ્બ્યુલન્સ તેમજ અન્ય ખાનગી વાહનોમાં દર્દીઓને સતત ઓકસીજન આપવામાં આવી રહયા છે અને તેઓ દાખલ થવાની રાહમાં છે, ત્યારે હોસ્પીટલની બહાર હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા છે ચારેકોર અફરા તફરીનો માહોલ સર્જાયો છે.  યમનું તાંડવ શ થઇ ચુકયુ છે ત્યારે જામનગરના 42, રાજકોટના 9, મોરબીના 6, દ્વારકાના 5, લાલપુર, ધ્રોલ, જામજોધપુરના એક એક દર્દીના મોત થયા છે.

જી.જી. અને કોવિડ હોસ્પીટલની બહાર સ્વજનો પોતાના સગાવ્હાલાઓ દાખલ થયા છે તેની રાહમાં કલાકો સુધી બેઠેલા જોવા મળે છે, મોરબી, રાજકોટ સહિતના ગામોથી દર્દીઓ હજુ પણ આવી રહયા છે, તંત્ર દ્વારા શહેરનો મૃત્યુઆંક વધારવામાં આવ્યો છે, અત્યાર સુધીમાં 301106 લોકોના સેમ્પલ લેવાયા છે જેની સામે 336 નવા કેસ છે અને 146 ડીસ્ચાર્જ થયા છે, ગઇકાલે કોરોનાથી પાંચના મોત થયાનું દશર્વિાયુ છે અને અત્યાર સુધીમાં જામનગર શહેરમાં કોરોનાથી 29ના મોત થયા છે તેમ સરકારી તંત્ર કહે છે. ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના પોઝીટીવ કેસે બેવડી સદી ફટકારી દીધી છે, નવા 228 કેસ આવ્યા છે જેની સામે 133 ડીસ્ચાર્જ થયા છે અને ગઇકાલે કોરોનાથી વધુ 4ના મોત દશર્વિાયા છે આમ ગ્રામ્ય વિસ્તારમાં 22ના મોત અત્યાર સુધીમાં દશર્વિાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ જોડીયા અને ધ્રોલ પંથકમાં કેસો વધી રહયા છે, સ્વજનો ચારેકોર કલ્પાંત કરી રહયા છે જેની સામે દર્દીઓ વધતા જાય છે અને 600થી વધુ દર્દીઓ કોવિડ હોસ્પીટલમાં ગંભીર હાલતમા દાખલ છે. 105 થી વધુ દર્દીઓ અતી ક્રીટીકલ હાલતમાં જોવા મળ્યા છે અત્યાર સુધીમાં 16963 પોઝીટીવ કેસો થયા છે.

કાળમુખો કોરોના દીન પ્રતિદીન વિકરાળ સ્વપ ધારત કરતો જાય છે તેની લહેરમાં હવે બાળકો પણ આવી ચુકયા છે, અનેક લોકો હોમ કવોરોન્ટાઇન થયા છે અને હજુ પણ સામાન્ય પોઝીટીવ કેસ ખુબ જ છે ત્યારે સરકાર દ્વારા તાકીદે સાવચેતીના પગલા ભરવામાં આવે તેવુ લોકો દ્વારા બોલાઇ રહયુ છે પરંતુ હાલ તો કોરોનાનો રાક્ષસ તેની તમામ હદ વટાવી ચુકયો છે.

કોવિડ હોસ્પીટલમાં તા. 22 બપોર બાદથી તા.23 બપોર સુધીના  મૃતકોની યાદી

જામનગર
1) સોનિલભાઈ રમણિકભાઈ શાહ (ઉ.વ.54) મીગ કોલોની, 2) પોપટભાઈ બુધાભાઈ નકુમ (ઉ.વ.65), 3) હેમીબેન વૈદ્ય (ઉ.વ.50) જાડેજા એસ્ટેટ, ગુદ્વારા, 4) રાજનબા (ઉ.વ.45) ગોકુલનગર, 5) દીલિપભાઈ પરિયા (ઉ.વ.58) ખારવાચકલો, 6) દીલિપભાઈ સોની (ઉ.વ.63) બેડી ગેઈટ, 7) કૃપાબેન બીપિનભાઈ ત્રિવેદી (ઉ.વ.52) કડિયાવાડ, 8) કુમૂદબેન વસંતલાલ લાલન (ઉ.વ.79) ચાંદીબજાર, 9) ભારતીબેન ભગવાનભાઈ રાઠોડ (ઉ.વ.70), 10) જયેન્દ્રસિંહ કીરિટસિંહ ગોહિલ (ઉ.વ.42) ગાંધીનગર, 11) જોગેન્દ્ર મલરામસિંગ (ઉ.વ.53) જામનગર, 12) ભરતભાઈ છગનભાઈ રાડકિયા (ઉ.વ.55) કબીર આશ્રમ, 13) નિર્મલાબેન અરવિંદભાઈ મકવાણા (ઉ.વ.45) શંકરટેકરી, 14) મોહનભાઈ નાથાભાઈ ચાંદેગ્રા (ઉ.વ.75) માટેલ ચોક, 15) ફાહુમબેન મોહંમદ સિદ્દીકભાઈ બુખારી (ઉ.વ.54) રંગમતિ સોસા., 16) મંજુબેન જગદીશભાઈ તાળા (ઉ.વ.30) ધુન ધોરાજી, જામનગર, 17) કાન્તાબેન સોનગરા બેડ, જામનગર, 18) ઝરીનાબેન સિકંદરભાઈ અંસારી (ઉ.વ.67) નૂરીપાર્ક, હાપા, 19) ખીમીબેન દેવાભાઈ વાઘેલા (ઉ.વ.40) વિજરખી, 20) ગુલશનબેન મુસ્તાકભાઈ રમીરાણી (ઉ.વ.43) મોરકંડા, 21) દિનેશભાઈ રતીલાલ ધ્રુવ (ઉ.વ.75) જયંત સોસાયટી, 22) ઘનશ્યામભાઈ ગોપાલભાઈ ચાંગાણી (ઉ.વ.47) શિવમ્ સોસાયટી, 23) નીતાબેન પ્રવિણભાઈ મંગી (ઉ.વ.57) દિગ્વિજય પ્લોટ, 24) દીવાકરભાઈ નંદન (ઉ.વ.32) પટેલ કોલોની, 25) દુર્લભજીભાઈ ચત્રભૂજ વાયા (ઉ.વ.75) ગોકુલનગર, 26) જયેશ પ્રવિણચંદ્ર વોરા (ઉ.વ.53) જામનગર, 27) કસાના બશીરભાઈ ખાન (ઉ.વ.41) શંકરટેકરી, 28) મનસુખભાઈ હંસરાજભાઈ સિરસાંગિયા (ઉ.વ.61) નવાગામ ઘેડ, 29) હેમાક્ષીબેન શશીવદન બૂચ (ઉ.વ.42) વિકાસગૃહ રોડ, 30) નિલેશભાઈ મુળજીભાઈ જગતિયા (ઉ.વ.45) ગોકુલનગર, 31) મીનાબેન નરેન્દ્રભાઈ ચૌહાણ (ઉ.વ.52) કુંભારવાડો, 32) મોતીબેન હીરાભાઈ ભાટિયા (ઉ.વ.52) માધવબાગ, 33) માલતીબેન ધનવંતરાય સ્વાદિયા (ઉ.વ.89) હવાઈચોક, 34) જનકબેન હસમુખભાઈ ધામેચા (ઉ.વ.52) જામનગર, 35) વષર્બિેન મહેશભાઈ ભટ્ટ (ઉ.વ.56) કે.પી.શાહની વાડી, 36) હિતેશભાઈ ભાઈલાલભાઈ શીતારા (ઉ.વ.49) નંદનવનપાર્ક, 37) વેજીબેન નારણભાઈ સીસોદિયા (ઉ.વ.80) સાધના કોલોની, 38) જુમાનાબેન અત્તરવાલા (ઉ.વ.62) મુલ્લામેડી રોડ, 39) એલિયાસભાઈ આદમભાઈ અલવાણી (ઉ.વ.77) સિક્કા, 40) પ્રવિણસિંહ ધીભા જાડેજા (ઉ.વ.68) અલિયાબાડા, 41) દેવશીભાઈ ડાયાભાઈ પરમાર (ઉ.વ.70) અલિયાબાડા, 42) ગુલશનબેન મુસ્તાકભાઈ અમીરાણી (ઉ.વ.45) મોરકંડા, 43) જયેન્દ્રસિંહ ગોહિલ, 44) મુમતાઝબેન સુરાણી, 45) નિર્મલાબેન અરવિંદભાઈ મણવર, 46) રણમલભાઈ માંડણભાઈ પીંડારિયા, 47) કાભાઈ જીવણભાઈ મોરી, 48) મોતીબેન હીરાભાઈ ભાટિયા, 49) બાબુભાઈ ડાયાભાઈ પરમાર, 50) પ્રવિણાબેન અશોકકુમાર વ્યાસ, 51) મણિબેન અમુભાઈ સિંધવ, 52) કમલેશભાઈ મનસુખભાઈ ઓઝા, 53) રમેશભાઈ પોપટભાઈ સાકરિયા, 54) શારદાબેન અશોકભાઈ ખેર, 55) રસીદાબેન અખ્તર હુસેન, 56) મગનભાઈ કેશવજીભાઈ પાડલિયા, 57) તેજુબેન વાઘજીભાઈ ચૌહાણ, 58) જયસુખભાઈ લીલાધરભાઈ હિન્ડોચા, 59) અજીતસિંહ દોલુભા જેઠવા, 60) જયાબેન ડાયાભાઈ મારકણા, 61) નારણભાઈ પ્રેમજીભાઈ વિભાણી, 62) રાજેશ અનંતરાય કણઝારિયા, 63) કાશીબેન ધરમશીભાઈ ખાડેકા, 64) સાજણભાઈ રામશીભાઈ વસરા

લાલપુર
65) રમણિકભાઈ કાનાણી (ઉ.વ.65) લાલપુર, 66) રંભાબેન મગનભાઈ મકવાણા (ઉ.વ.65) સેતાલુસ, 67) ગૌરીબેન મૂળજીભાઈ ધારવિયા (ઉ.વ.40) લાલપુર, 68) રમાબેન મગનભાઈ મકવાણા (ઉ.વ.65) સેતાલુસ

જામજોધપુર
69) નરેન્દ્રભાઈ બાવનજીભાઈ કાલરિયા (ઉ.વ.54) જામજોધપુર, 70) વિનોદભાઈ જેઠાભાઈ સળવળા (ઉ.વ.36) ભૂપત આંબરડી, 71) વેણીબેન અમુભાઈ સિંધવ (ઉ.વ.60) જામવાડી, 72) ઉજીબેન દાનભાઈ કરમુર (ઉ.વ.60) જામઆંબરડી

ધ્રોલ
73) સવિતાબેન પ્રેમજીભાઈ આણદાણી (ઉ.વ.65) લતીપર, ધ્રોલ

કાલાવડ
74) ગોપાલભાઈ દેવશીભાઈ અકબરી (ઉ.વ.75) નવાગામ, કાલાવડ, 75) જયાબેન વલ્લભભાઈ પ્રાગડા (ઉ.વ.72) રાજસ્થળી, કાલાવડ

દેવભૂમિ દ્વારકા
76) બાયરાજબા જાડેજા (ઉ.વ.67) આરંભડા, 77) કેશુભાઈ નારણભાઈ ચુડાસમા (ઉ.વ.65) રાજપરા, કલ્યાણપુર, 78) રમેશભાઈ ડોસાભાઈ ગઢવી (ઉ.વ.65) સૂયર્વિદર, કલ્યાણપુર, 79) ગોગનભાઈ એમ. કારાવદરા (ઉ.વ.58) ખીરસરા, 80) કાભાઈ જીવાભાઈ મોરી (ઉ.વ.58) દ્વારકા, 81) જેઠાભાઈ ગોગનભાઈ ભૂતિયા (ઉ.વ.70) ભોગાત, કલ્યાણપુર, 82) તેજસભાઈ હેમેન્દ્રભાઈ બારમેડા (ઉ.વ.38) ભાણવડ, વેરાડ, 83) નારણભાઈ પ્રેમજીભાઈ વિભાણી (ઉ.વ.85) ખંભાળિયા, 84) રામીબેન આલાભાઈ ચાવડા (ઉ.વ.60) ભાટિયા, 85) કેશુભાઈ લીલાધરભાઈ હિન્ડોચા (ઉ.વ.45) રાવલ, કલ્યાણપુર

રાજકોટ
86) વલ્લભભાઈ ભીખાભાઈ માંડલિયા (ઉ.વ.67) રાજકોટ, 87) રમેશભાઈ પડવાભાઈ સોલંકી (ઉ.વ.50) વડાળી, ઉપલેટા, 88) નારણદાસ દૂધરેજિયા (ઉ.વ.70) જેતપુર, 89) પરેશભાઈ નાથાલાલ મજેઠિયા (ઉ.વ.55) રાજકોટ, 90) પ્રવિણભાઈ રવજીભાઈ વસોયા (ઉ.વ.44) રાજકોટ, 91) દલપતભાઈ રવજીભાઈ ચૌહાણ (ઉ.વ.47) રાજકોટ, 92) બીપિનભાઈ શામજીભાઈ સોરડિયા (ઉ.વ.73) રાજકોટ, 93) લક્ષ્મીબેન મગનભાઈ ભાલાળા (ઉ.વ.50) મોવિયા, ગોંડલ, 94) જસમતભાઈ અવચરભાઈ કાસુન્દ્રા (ઉ.વ.65) મોટારામપર, પડધરી, 95) સવિતીબેન લીંબાસિયા (ઉ.વ.65) રાજકોટ, 96) કિશોરભાઈ ભીખુભાઈ કુકડિયા (ઉ.વ.45) મોટી પાનેલી, 97) હાર્દિક નવીનભાઈ સોનછાત્રા (ઉ.વ.35) દેવપરા, 98) રહેમતબેન ખેસમણભાઈ નાઈ (ઉ.વ.64) ધોરાજી, 99) લાલજીભાઈ વેલજીભાઈ સાવજ (ઉ.વ.60) ઉપલેટા

મોરબી
100) જેરામભાઈ નકુમ (ઉ.વ.34) મોરબી, 101) નંદલાલભાઈ અમરશીભાઈ વસરિયાણી (ઉ.વ.70) મોરબી, 102) યામીશેટ્ટી ફનીન્દ્ર (ઉ.વ.45) મોરબી, 103) રશીદાબેન અકબરહુસેન વડગામા (ઉ.વ.65) વાંકાનેર, 104) જયાબા ઝાલા (ઉ.વ.60) મોરબી, 105) કાશિબેન ધરમશીભાઈ કાડેકા (ઉ.વ.55) વાંકાનેર, 106) ભાગ્યાજબા મોરડિયા (ઉ.વ.56) હળવદ, મોરબી, 107) ભૂદરભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ (ઉ.વ.57) મોરબી, 108) અબ્દુલ રહેમાન એમ. શેખ (ઉ.વ.9) મોરબી, 109) વશરામભાઈ દેવજીભાઈ દેત્રોજા (ઉ.વ.70)
મોરબી

ધ્રાંગધ્રા
110) રમઝાન મુલ્લા (ઉ.વ.48) ધ્રાંગધ્રા, 111) ઈન્દુબા ભગીરથસિંહ ઝાલા (ઉ.વ.86) ધાંગધ્રા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS