જામનગરમાં 24 કલાકમાં 94 મોત: 609 પોઝીટીવ

  • April 25, 2021 01:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુલ મૃત્યુ આંક - 2320 : કુલ પોઝીટીવ - 17540 : ડીસ્ચાર્જ - 325: ગઇકાલે શહેરમાં રેકોર્ડબ્રેક 354 અને ગ્રામ્ય વિસ્તારમાં 253 દર્દીઓના રીપોર્ટ આવ્યા પોઝીટીવ: હોસ્પીટલની બહાર એમ્બ્યુલન્સની લાઇનો લાગી: 600થી વધુ ગંભીર અને 100થી વધુ અતી ક્રિટીકલ: જામનગરના વધુ 46 દર્દીના થયા મોત

જામનગરમાં જયાં જુવો ત્યાં કોરોનાના દર્દીઓ જોવા મળે છે, જી.જી. હોસ્પીટલમાં બે હજાર દર્દીઓ તેમજ તમામ ખાનગી હોસ્પીટલો ફુલ થઇ ગઇ છે, સીટી સ્કેન માટે 15-15 કલાકની લાઇનો છે, કોવિડ હોસ્પીટલમાં વધુ 94ના મોત થયા છે, યમનું તાંડવ હજુ પણ કાળો કેર વરતાવી રહયો છે, એક સર્વેક્ષણ મુજબ લગભગ 800થી વધુ દર્દીઓ હોમ કવોરોન્ટાઇન હોવાનું જાણવા મળે છે, છેલ્લા 24 કલાકમાં જામનગરમાં 354 અને ગ્રામ્યમાં 253 સહિત કુલ 607 દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે, રાત્રી કર્ફયુની કોઇ અસર જામનગરમાં દેખાઇ નથી અને કર્ફયુ બાદ ઉત્તરોતર પોઝીટીવ કેસમાં વધારો થતો જાય છે. યુઘ્ધના ધોરણે હવે આકરા એકશન લેવાની તાતી જર છે, ગઇકાલે બપોરના 1 વાગ્યાથી આજે બપોરના 1 વાગ્યા સુધીમાં 94 ના મોત થઇ ચુકયા છે, સ્મશાનગૃહમાં મૃતદેહના અગ્ની સંસ્કાર માટે ભારે કતારો છે હવે આપણે જ આપણો જીવ બચાવવો પડશે અને કોરોનાનું તાંડવ દિન પ્રતિદીન વધતુ જાય છે.

આજે મૃત્યુ પામેલામાં જામનગરના 46, મોરબીના 15, દેવભુમી દ્વારકાના 8, રાજકોટના 6, જામજોધપુરના 4, કાલાવડ, ધ્રોલ, જોડીયા, ભાણવડના 3-3, પોરબંદરના 2 તેમજ ગીર સોમનાથ, સુરજકરાડી, માળીયા મીયાણા, લાલપુરના એક-એક દર્દીના મૃત્યુ થયા છે.

કોરોનાનો કાળમુખો ડંખ વધુ  શ્રાપીત થઇ ગયો છે, હવે શું કરવું શું ન કરવું તેની ચિંતામાં સામાન્ય જન ફસાઇ ગયો છે, ઘેર ઘેર કોરોનાના કેસો વધતા જાય છે, જો કે હવે મહાપાલીકા પણ મૃત્યુ આંક દશર્વિી રહયું છે, કોર્પોરેશનના ચોપડે વધુ 9ના મોત દશર્વિાયા છે, જામનગર શહેરમાં 304892 લોકોના ટેસ્ટીંગ થયા છે, ગઇકાલે 3786 સેમ્પલ લેવાયા હતા, વધુ 125 ડીસ્ચાર્જ થઇ ચુકયા છે, જયારે ગ્રામ્ય વિસ્તારમાં 237557 ટેસ્ટીંગ થયા છે ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે 1782 સેમ્પલ લેવાયા હતા, 275 કેસ આવ્યા છે જેની સામે 200 ડીસ્ચાર્જ થયા છે.

કાળમુખો કોરોના ખુબ જ વિસ્તરી રહયો છે, છેલ્લા 24 કલાકમાં વધુને વધુ મોત થઇ ચુકયા છે, અનેક મોટા માથાઓના મૃત્યુ થઇ ચુકયા છે, કેટલાક સારવાર હેઠળ છે, કોવિડ હોસ્પીટલની બહાર પરિસ્થીતી ખુબ જ ખરાબ જોવા મળે છે, હૃદયદ્રાવક દ્રશ્યોથી આંખમાં અશ્રુ ધારા વહેતી જાય છે, સંક્રમણની ગતી ચિંતાજનક રીતે વધી રહી છે, હવે તો સંક્રમણની ગતી જંબો ઝેટની ઝડપે વધી ગઇ છે એટલુ જ નહીં એવરેજ પોઝીટીવ કેસની સંખ્યા 600ને પાર કરી ચુકી છે, જો કે કોવિડ હોસ્પીટલમાં રેમડેસીવર ઇન્જેકશન, પીપીઇ કીટનો જથ્થો પુરતા પ્રમાણમા છે ઓકસીજન માટે વધુ નવી બે ટેન્ક કાર્યરત થઇ જશે.

સ્મશાનની વાત લઇએ તો જામનગરના માણેકબાઇ સુખધામ અને મોક્ષ મંદીરમાં મૃતદેહો ખુબ જ વધી રહયા છે, લાકડાનો જથ્થો હાલ તો પુરતા પ્રમાણમા છે પરંતુ ગમે ત્યારે તે પણ ખલાસ થઇ શકે છે, કલાકો સુધી વેઇટીંગ કરવું પડે છે. અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ કેસ 17540 થઇ ચુકયા છે. દરરોજ વધુને વધુ પોઝીટીવ કેસ આવતા જાય છે, કોવિડ હોસ્પીટલમાં બે હજારથી વધુ લોકો હાલમાં દાખલ થયેલા છે 600થી વધુ દર્દીઓની હાલત ગંભીર છે, અને 100થી વધુ દર્દીઓ અતી ગંભીર હાલતમાં છે ત્યારે જામનગર શહેર, જીલ્લાની હાલત દિવસે દિવસે ખુબ જ નાજુક બનતી જાય છે અને આવનારા દિવસોમાં આમ ને આમ રહયુ હતો પરિસ્થીતી વધુ ખરાબ બનશે.
 

તા. 23 બપોર બાદથી તા.24 બપોર સુધીના મૃત્યુ
જામનગર

(1) નરેશભાઈ શબુલાલ ખીચડા (ઉ.વ.38) 58-દિ.પ્લોટ, (2) રમેશભાઈ પરસોત્તમભાઈ ચીખલિયા (ઉ.વ.35) જામનગર, (3) રંજનબેન બાબુભાઈ માલવિયા (ઉ.વ.47) ગોકુલનગર, (4) આબેન બોસમિયા (ઉ.વ.47) કૌશલનગર(5) ગીરધરભાઈ દામજીભાઈ પાણખાણિયા (ઉ.વ.55) ગ્રીનસિટી, (6) મહેશકુમાર મિશ્રા (ઉ.વ.40) મયુરનગર, (7) હરિશચંદ્ર આદિત્યનારાયણ મિશ્રા (ઉ.વ.60) સિદ્ધિવિનાયક પાર્ક, (8) હષર્બિેન બીપિનભાઈ સંઘવી (ઉ.વ.55) મુરલીધરનગર, (9) મહેબુબભાઈ સાલેમામદ શેખ (ઉ.વ.58) સનમ સોસાયટી, (10) ખીરાભાઈ અલીમામદ (ઉ.વ.60) જામનગર, (11) રાણીબેન નાથાભાઈ પરમાર (ઉ.વ.70) જડેશ્ર્વરપાર્ક, (12) હીરામણીબેન નારણદાસ લાલવાણી (ઉ.વ.45) રામેશ્ર્વરનગર, (13) સુરેશભાઈ ભગવાનજીભાઈ જેઠવા (ઉ.વ.65) રાધેકૃષ્ણપાર્ક, (14) નાથીબેન રામભાઈ (ઉ.વ.56) જામનગર, (15) હિતેશભાઈ શાંતિલાલ પંડ્યા (ઉ.વ.35) માધવબાગ, (16) ઉષાબેન રમેશભાઈ વારા (ઉ.વ.62) રણજીત રોડ, (17) હરીભાઈ પાંચાભાઈ રાઠોડ (ઉ.વ.59) કૃષ્ણનગર, (18) જયેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.28) લીમડાલેન, (19) મંજુલાબેન રસિકલાલ વોરા (ઉ.વ.86) ભાટની આંબલી, (20) વિક્રમસિંહ વીરસિંહ પરમાર (ઉ.વ.50) નવાગામ ઘેડ, (21) રાઘવજીભાઈ પાંચાભાઈ ઠુમ્મર (ઉ.વ.70) ગોકુલનગર, (22) કેશુભાઈ વિઠ્ઠલદાસ રાઠોડ (ઉ.વ.72) પટેલ કોલોની, (23) ધર્મેન્દ્રભાઈ ત્રિભુવનભાઈ પાટડિયા (ઉ.વ.60) રણજીત સાગર રોડ, (24) લાલજીભાઈ નાથાભાઈ ઠુમ્મર (ઉ.વ.56) કૃષ્ણનગર, (25) ખેતાભાઈ ગોવિંદભાઈ સોલંકી (ઉ.વ.60) હર્ષદમીલની ચાલી, (26) જયદીપભાઈ રાજુભાઈ માળા (ઉ.વ.30) રાજપાર્ક, (27) શ્યામભાઈ દાવડા (ઉ.વ.38) અપૂર્વ સેસિડેન્સી, (28) સવિતાબા જાડેજા (ઉ.વ.38) વૃંદાવન પાર્ક, (29) મૂળચંદભાઈ રાઠોડ (ઉ.વ.84) હંસબાઈની મસ્જિદ, (30) કિશનભાઈ જગદીશભાઈ રાઠોડ (ઉ.વ.40) વૃજવલ્લભ સોસાયટી, (31) જયંતિલાલ મગનલાલ પરમાર (ઉ.વ.74) નાગનાથ ગેઈટ, (32) શાંતિલાલ ભૂદરભાઈ વિજડા (ઉ.વ.48) રામપર, જામનગર, (33) જયંતિભાઈ દેવજીભાઈ કણઝારિયા (ઉ.વ.46) બેડ, જામનગર, (34) હરેન્દ્રભાઈ અમૃતલાલ માણેક (ઉ.વ.56) ઢીંચડા, જામનગર, (35) મોઢાભાઈ ટપુભાઈ સોમેશ્ર્વર (ઉ.વ.63) શેખપાટ, જામનગર, (36) મગનભાઈ લીંબાભાઈ ધમસાણિયા (ઉ.વ.45) ફલ્લા, જામનગર, (37) સૂરજબા નથુજી ચુડાસમા (ઉ.વ.85) મોટી ખાવડી, જામનગર, (38) અમૃતલાલ નરશીભાઈ પરમાર (ઉ.વ.60) આમરા, જામનગર, (39) રસિકભાઈ ભાનુશંકર વ્યાસ (ઉ.વ.48) પીપરટોડા, જામનગર, (40) ખોડાભાઈ અરજણભાઈ ધાવતર (ઉ.વ.45) મતવા, જામનગર, (41) શેરબાનુ કરીમભાઈ બેલીમ (ઉ.વ.65) જુના રેલવે સ્ટેશન, (42) સુભા શિવુભા જાડેજા (ઉ.વ.60) રણજીત સાગર રોડ, (43) નુરનુબેન એચ. બેલીમા (ઉ.વ.60) નવાગામ ઘેડ, (44) ગોમતીબેન શામજીભાઈ પરમાર (ઉ.વ.60) ખોડિયાર કોલોની, (45) દિનેશભાઈ બાબુભાઈ દવે (ઉ.વ.51) ગોકુલનગર, (46) સોનલબેન બાવરવા (ઉ.વ.57) વાલકેશ્ર્વરીનગરી,

લાલપુર
(47) વિજયભાઈ થાનકી (ઉ.વ.65) સિંગચ, લાલપુર

જામજોધપુર
(48) રમેશભાઈ વૃંદાવનદાન પોપટ (ઉ.વ.85) સ્ટેશન રોડ, જામજોધપુર, (49) પુંજાભાઈ જેઠાભાઈ શિંગરખિયા (ઉ.વ.50) વસંતપુર, (50) જેતીબેન નારણભાઈ કરંગિયા (ઉ.વ.52) મોટાવડિયા, (51) હંસાબેન ભગવાનજીભાઈ અમલાણી (ઉ.વ.62) નરમાણા

કાલાવડ
(52) વિઠ્ઠલભાઈ લવજીભાઈ કાછડિયા (ઉ.વ.43) કુંભનાથપરા, (53) હાજીઅલી હૈદરઅલી ધારાણી (ઉ.વ.63) કાલાવડ, (54) ઘોઘાભાઈ જીવરાજભાઈ સાવલિયા (ઉ.વ.55) નાના વડાળા, કાલાવડ

ધ્રોલ-જોડિયા
(55) દીલિપભાઈ બાબુભાઈ ભોજાણી (ઉ.વ.38) પીઠડ, જોડિયા, (56) દાયીબેન ટપુભાઈ ચાવડા (ઉ.વ.88) ધ્રોલ, (57) હનીફાબેન ઈશાકભાઈ બુઢા (ઉ.વ.40) જોડિયા

ભાણવડ
(58) ગીરીશભાઈ જમનાદાસ ઠકરાર (ઉ.વ.55) ગાયત્રીનગર, (59) રામીબેન અરશીભાઈ ગોજિયા (ઉ.વ.60) ચોખંડા, ભાણવડ, (60) મહેન્દ્રભાઈ ગોકલદાસ કોટેચા (ઉ.વ.67) ભાણવડ

દેવભૂમિ દ્વારકા
(61) પ્રકેશભાઈ ભીખુભાઈ પાણખાણિયા (ઉ.વ.47) ઓખા, (62) સુરેશભાઈ લાલદાસભાઈ કાપડી (ઉ.વ.63) સૂરજકરાડી, (63) પ્રવિણભાઈ રવજીભાઈ પાણખાણિયા (ઉ.વ.42) સૂરજકરાડી, (64) અંજુબેન રાજેશભાઈ ખીલવાણી (ઉ.વ.59) સૂરજકરાડી, (65) નર્મદાબેન નકુમ (ઉ.વ.52) ધરમપુર, જામખંભાળિયા, (66) સવદાસભાઈ ખીમાણંદભાઈ નંદાણિયા (ઉ.વ.65) દ્વારકા, (67) સેજીબેન રામાભાઈ ગમારા (ઉ.વ.60)ભાડથર, ખંભાળિયા, (68) મોમીનાબેન મોહંમદભાઈ ખરીમ (ઉ.વ.51) સૂરજકરાડી

પોરબંદર
(69) નાગાભાઈ દેવિયાભાઈ કેશવાલા (ઉ.વ.65) ખુસડી, પોરબંદર, (70) અનિલભાઈ અભુભાઈ ઓડેરદા (ઉ.વ.38) મહિયારી, કુતિયાણા


રાજકોટ
(71) અરવિંદભાઈ કરશનભાઈ સાવલિયા (ઉ.વ.48) રાજકોટ, (72) ભાવનાબેન બીપિનભાઈ રાઠોડ (ઉ.વ.38) ગોંડલ, (73) મનિષાબેન સુરેશભાઈ હડવાણી (ઉ.વ.42) મોવિયા, (74) ભૂતપભાઈ લધરાભાઈ સદાદિયા (ઉ.વ.35) જસદણ, (75) કાન્તાબેન મેઘજીભાઈ સભાયા (ઉ.વ.65) હડમતિયા, રાજકોટ, (76) રમેશભાઈ ફળદુ (ઉ.વ.52) ભાયાવદર,
ઉપલેટા

મોરબી
(77) પોપટભાઈ હિરજીભાઈ હડિયલ (ઉ.વ.55) મોરબી, (78) હીરાબેન જયરામભાઈ હડિયલ (ઉ.વ.75) મોરબી, (79) મધુબેન કિશનભાઈ ફોરજા (ઉ.વ.65) મોરબી, (80) ગીતાબેન જીવનભાઈ કાચા (ઉ.વ.65) મોરબી, (81) ધીભાઈ કરમણભાઈ કૈલા (ઉ.વ.63) મોરબી, (82) વિનોદભાઈ હીરાભાઈ સોલંકી (ઉ.વ.60) ટંકારા, (83) ધનજીભાઈ જેઠાભાઈ ખાખરિયા (ઉ.વ.70) ટંકારા, હડમતિયા, (84) છગનભાઈ કડોદા (ઉ.વ.60) મોરબી, (85) યોગેશભાઈ કરશનભાઈ ભીમાણી (ઉ.વ.42) મોરબી, (86) ત્રિભોવનભાઈ ભવાનભાઈ સવસાણી (ઉ.વ.70) મોરબી, (87) નીતાબેન જયસુખભાઈ ગાંધી (ઉ.વ.61) મોરબી, (88) દિનેશભાઈ નાગરભાઈ તારબુરિયા (ઉ.વ.39) મોરબી, (89) કાન્તાબેન રતનશીભાઈ મેંદપરા (ઉ.વ.60) નાના ખીજડિયા મોરબી, (90) છગનભાઈ ભીમજીભાઈ સાણજા (ઉ.વ.58) મોરબી, (91) રમાબેન અનોપભાઈ (ઉ.વ.66) નેકનામ, મોરબી

ગીર સોમનાથ
(92) સુનિતાબેન ભૂપતભાઈ બારિયા (ઉ.વ.14) તાલાળા

સુરેન્દ્રનગર
(93) પ્રીતિબેન વિજયકુમાર વોરા (ઉ.વ.45) સુરેન્દ્રનગર

માળિયા મિયાણા
(94) લખધીરસિંહ નવુભા જાડેજા (ઉ.વ.51) મોટા દહીંસરા


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS