રાજકોટમાં આજે બપોર સુધીમાં 248 કેસ, કુલ કેસ 23000ને પાર પહોંચ્યા

  • April 14, 2021 02:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે 11570 નાગરિકોના ટેસ્ટ કરતાં તેમાંથી 503 પોઝિટિવ મળ્યા


રાજકોટ શહેરમાં કોરોનાનું મહારૌદ્ર સ્વરૂપ હવે જોવા મળી રહ્યું છે. આજે બપોર સુધીમાં જ 248 કેસ મળ્યા છે અને આ સાથે શહેરમાં કુલ કેસ 23000ને પાર પહોંચી ગયા છે. કોરોનાના કેસ દિવસે ન વધે તેટલા રાત્રે વધે છે અને રાત્રે ન વધે તેટલા દિવસે વધી રહ્યા છે. ગઈકાલે 11570 નાગરિકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 503 પોઝિટિવ મળ્યા હતા. કોઈ એક જ દિવસમાં 500થી વધુ કેસ મળ્યા હોય તેવો ગઈકાલે પ્રથમ કિસ્સો હતો. દરરોજ રેકર્ડબ્રેક કેસ મળવા લાગતા તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે.

 


દરમિયાન આજે બપોરે મહાપાલિકાએ જાહેર કરેલા કોવિડ બૂલેટિન અનુસાર આજ સુધીમાં કુલ 19966 દર્દીઓ સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે અને રિકવરી રેઈટ 86.28 ટકા રહ્યો છે. જ્યારે આજ સુધીમાં કુલ 783681 નાગરિકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમાંથી 23387 પોઝિટિવ આવતાં પોઝિટિવિટી રેઈટ 2.95 ટકા રહ્યો છે. ગઈકાલે મળેલા 503 પોઝિટિવ કેસ એ છેલ્લા એક વર્ષના સર્વિધિક કેસ છે અને આજે તેનાથી પણ વધુ કેસ મળે તેવી સંભાવના વ્યકત થઈ રહી છે.

 


સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ માર્કેટ યાર્ડ સંકૂલમાં 25 જેટલા કેસ અને એસટી બસ પોર્ટમાંથી 75 જેટલા કેસ મળી આવ્યા છે. શહેરમાં 18 આરોગ્ય કેન્દ્રો અને 10 જાહેર ટેસ્ટ બૂથ પર લગાતાર એન્ટિજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને હવે નાગરિકો પણ ટેસ્ટ માટે સામેથી કતારો લગાવી રહ્યા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS