દેશમાં જુન માસમાં રોજ 2500 મોતનો ખતરો

  • April 17, 2021 09:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેડિકલ જર્નલ લાન સેટમાં ધડાકો, 70 ટકા જેટલું વેક્સિનેશન જરી હોવાનો નિષ્ણાતોનો મત



દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે અને મોત તથા કેસના દરમાં દરરોજ નવા રેકોર્ડ થઈ રહ્યા છે અને 12 જેટલા રાજ્યો ની હાલત અતિ ગંભીર બની છે ત્યારે વધુ એક ચિંતાજનક અહેવાલ બહાર આવ્યો છે જે મુજબ જુન માસ થી દેશમાં દરરોજ 2500 જેટલા દર્દીઓના મૃત્યુ થવાનો ખતરો છે.

 


મેડિકલ જર્નલ લાનસેટમા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલમાં એમ જણાવવામાં આવ્યું છે કે જૂન માસમાં દેશમાં કોરોનાવાયરસ ભારે ઘાતક બની શકે છે અને મૃત્યુની સાથોસાથ નવા કેસની સંખ્યામાં પણ ભયંકર વધારો થવાનો ખતરો રહેલો છે.

 


નિષ્ણાંતોએ કરેલા અભ્યાસ બાદ આ અહેવાલ જારી કરવામાં આવ્યો છે અને તેમાં ભારતને સાવધ રહેવા જણાવવામાં આવ્યું છે. આ પ્રકારના સંશોધન માટેની વૈજ્ઞાનિકોની ટુકડીમાં કેન્દ્ર સરકારની કોરોના અંગેના નિષ્ણાંતોની ટીમના એક સભ્ય પણ જોડાયેલા રહ્યા છે.

 


નિષ્ણાંતોએ ભારતની બીજી લહેર માટેના પ્રબંધન અને જરૂરી પગલાં ના શીર્ષક હેઠળ એક રિપોર્ટ તૈયાર કર્યો છે અને તેમાં કેટલીક ચિંતાજનક હકીકતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે મુજબ જૂનના પ્રથમ સપ્તાહમાં ભારતમાં કોરોના થી દરરોજ 2500 મૃત્યુ થશે તેવો ઉલ્લેખ છે.

 


દેશના કેટલાક શહેરો ની હાલત સૌથી વધુ ગંભીર દેખાઈ રહી છે અને નિષ્ણાંતોએ એમ પણ કહ્યું છે કે દસ લાખ સુધીની વસ્તીવાળા શહેરો આ વખતે કોરોના ની સામે સંઘર્ષ કરી રહ્યા છે અને ત્યાં કોરોના નો ઘાતકી હુમલો થઈ રહ્યો છે વધુમાં વધુ લોકોના મૃત્યુ થઈ રહ્યા છે અને રેકોર્ડ બ્રેક સંખ્યામાં નવા કેસ બહાર આવી રહ્યા છે.

 


ભારતમાં સંક્રમણ શરૂ થયા બાદ મૃત્યુનો દર 1.3 ટકા રહ્યો છે અને ચાલુ વર્ષે જાન્યુઆરીમાં બાદથી સંક્રમિત દર્દીઓ ના મૃત્યુદર માં વધારો થયો છે. બીજી લહેર દેશમાં વધુ ઘાતક નીવડી રહી છે અને દિવસે ને દિવસે તે વધુ આક્રમક સ્વરૂપ જમાવી રહી છે માટે જૂન માસમાં ભારતમાં પરિસ્થિતિ વધુ ભયાવહ બની શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS