કોઝિકોડ વિમાન દુર્ઘટનામાં મદદ માટે ગયેલ 26 વોલેન્ટિયર્સ કોરોનાથી સંક્રમિત

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેરલની રાજધાની તિરુવનંતપુરમથી 48 કિમી દૂર કોઝિકોડમાં થયેલ એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્લેનક્રેશના ઘટના સ્થળે મદદ માટે પહુંચેલા 26 વોલેન્ટિયર્સ કોરોના વાયરસથી સંક્રમિત નોંધાયા છે. આ વોલેન્ટિયર્સ 7 ઓગસ્ટે વિમાનમા ફસાયેલા ઘાયલોને બહાર નિકળવામાં મદદ માટે પહોંચ્યા હતા.

 

સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર 26 સ્થાનિક લોકો જે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલ હતા તે તમામ કોવિડ 19થી સંક્રમિત નોંધાયા છે અને હાલમાં તેની સારવાર કરવામાં આવી રહી છે. આ અગાઉ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલ જિલ્લા કલેક્ટર કે ગોપાલકૃષ્ણન, એસપી યુ અબ્દુલ કરીમ અને 21 અન્ય અધિકારીઓ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS