આગામી સપ્તાહમાં આવી જશે કોરોનાની દવા 2ડીજી, મધ્યમથી ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ માટે અસરકારક

  • May 15, 2021 08:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોવિડ 19ના દર્દીઓ માટેની દવા 2ડીજી આગામી સપ્તાહમાં લોન્ચ થશે. આ દવાના 10 હજાર ડોઝનો પહેલો જથ્થો આગામી સપ્તાહમાં આવશે. આ દવાનો ઉપયોગ દર્દીઓની સારવારમાં કરવામાં આવશે. 


 

ડીસીજીઆઈએ 8 મેના રોજ ડીઆરડીઓ દ્વારા વિકસિત કોવિડની દવાના ઉપયોગની મંજૂરી આપી છે. આ દવા મોં વાટે લેવાની હશે. દવાનો ઉપયોગ મધ્યમથી ગંભીર લક્ષણોવાળા દર્દીઓની સારવારમાં કરવામાં આવશે. આ દવાના પરીક્ષણમાં સામે આવ્યું કે આ દવા હોસ્પિટલમાં દાખલ હોય તેવા દર્દીઓને ઝડપથી સંક્રમણ મુક્ત કરવામાં મદદ કરે છે. સાથે જ દર્દીની ઓક્સિજન નિર્ભરતાને પણ ઘટાડે છે. 2ડીજી દવા પાવડર તરીકે પેકેટમાં આવશે. તેને પાણીમાં ઘોળી અને પીવાનો રહેશે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application