સિવિલ હોસ્પિટલમાં ૩૦ નવા વેન્ટીલેટર આવ્યા: ડાયાલીસીસના ૧૫ મશીન કાલે આવશે

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં નવી બનાવવામાં આવેલી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હાલ માત્ર ૧૨ વેન્ટીલેટર હતા પરંતુ હવે તેની સંખ્યા વધીને ૪૨ થઈ ગઈ છે તેમ રાજકોટના પૂર્વ કલેકટર અને હાલ કોરોનાના કારણે ખાસ રાજકોટમાં નિયુકત કરાયેલા ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું.


પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી ૧૨ વેલ્ટીલેટર ખાસ ટ્રક મારફત મોકલાયા છે અને બાકીના સિવિલ હોસ્પિટલના અન્ય વિભાગમાં જયાં ઓછી જ‚રિયાત છે ત્યાંથી ઉપલબ્ધ કરાવાયા છે. રાહુલ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીને એકજ સ્થળે અન્ય સારવાર પણ મળી રહે તે માટે લેબર ‚મ ઉભો કરાયો છે. ઓપરેશન થિયેટરની સુવિધા ઉભી કરવામાં આવી છે. રેડિયોલોજી અને સીટી સ્કેન જેવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દી માટે ૨૦૦ બેડની વ્યવસ્થા છે પરંતુ જો જ‚ર જણાશે તો વધારીને ૩૫૦ સુધી થઈ શકે તેમ છે તેમ જણાવી રાહુલ ગુપ્તાએ ઉમેર્યુ હતું કે, કોરોના કોઈ પેશન્ટને કિડનીના પ્રશ્ર્નો હશે તો તેના માટે ૧૫ નવા ડાયાલીસીસ મશીનો પણ ઉપલબ્ધ કરાવાશે. કોરોનાના દર્દીઓ આખો દિવસ બેઠા બેઠા કંટાળી ન જાય તે માટે તમામ ચાર ફલોર પર ૨૫ ટેલિવિઝન પણ મુકવામાં આવનાર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS