લોકડાઉનનો અમલ કરાવવા માટે ૩૦૦૦ પોલીસ તૈનાત

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાઇરસ ને અટકાવવા માટે અને કોરોના ના વધતા જતા સંક્રમણ ઉપર રોક લગાવવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને લોક ડાઉન જાહેર કરાયું હોય ત્યારે લોક ડાઉનને અનુલક્ષીને શહેર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પોલીસે રાજકોટ શહેરને જોડતા તમામ રાજમાર્ગો ઉપર તેમજ અલગ અલગ વિસ્તારમાં ૧૦ ચેક પોષ્ટ અને ૪૧ આંતરીક ચેક પોષ્ટ અને તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ ૧૨૪ પેટ્રોલીંગ પોઇન્ટ કાર્યરત કરવામાં આવેલ અને તમામ પોઇન્ટ ઉપર અસરકારક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે, અને રાજકોટ શહેર પોલીસ દ્વારા ૧૧૫ પોલીસ અધિકારી અને ૧૭૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ તથા ૪૦૦ હોમગાર્ડ,૨૫૦ જી.આર.ડી. ૪૫૪ જેટલા ટ્રાફીક બ્રિગેડ અસરકારક પોલીસ બંદોબસ્તમાં ફરજ ઉપર તૈનાત કરવામાં આવ્યા છે.તેમજ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ,સંયુક્ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ,ડીસીપી મનોહરસિંહ જાડેજા,ડીસીપી રવિ મોહન સૈની સહિતના સીનીયર અધિકારી ધ્વારા પણ પેટ્રોલીંગ અને ચેકિંગ તેમજ બંદોબસ્ત માં ખાસ નિરીક્ષણ રાખવામાં આવેલ છે. ઉપરોકત લોક ડાઉનમાં આવશ્યક સેવાના તમામ વાહનો, સરકારી કર્મચારીઓ,પ્રેસ મીડીયા, ઇલેકટ્રોનીક મીડીયા, મેડીકલ ઇમરજન્સી, ડોકટર તેમજ મેડીકલ સ્ટ્રા ફને સરકાર દ્વારા છુટછાટ મળેલ છે. જે બાબતે સંવેદનશીલતા રાખીને પોલીસ દ્વારા તેઓને ઉપયોગી થાય તે રીતે કામગીરી કરવામાં આવી રહેલ છે. આ લોક ડાઉનને અનુલક્ષીને અત્યાર સુધીમાં જાહેરનામા ભંગના કુલ ૭૦૬ કેસો કરવામાં આવેલ છે તેમાં કુલ ૯ર૩ વ્યકિતઓની ધરપકડ કરવામાં આવેલ છે. તદ્દ ઉપરાંત ૧૫૮૭ વાહનોને ડીટેઇન કરવામાં આવેલ છે.રાજકોટ શહેર પોલીસ દ્વારા આયોજન કરી રોજે રોજ શ્રમીક, જરૂરીયાત મંદ લોકોને કીટ વિતરણ કરવામાં આવે છે, ૨૦૦ જેટલા લોકોને વ્યવહારીકતામાં સંકટમાં આવેલા લોકોને મદદ પુરી પાડવામાં આવેલ છે. આ લોક ડાઉન દરમ્યાન લોકોને તથા તમામ સંસ્થાઓને અનુરોધ છે કે, પોલીસને સહયોગ આપે, અને કોઇપણ કામ કે સેવા માટે નીકળે તો યોગ્ય અધિકારી પાસેથી પાસ મેળવીને જ નીકળવું, જેને દરેક ચેક પોસ્ટ કે આંતરીક ચેક પોષ્ટ ઉપર ચેક કરવામાં આવશે. આવશે. જો તેની પાસે યોગ્ય આધાર નહી ધરાવતાં હોય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS