ગુજરાતમાં ૩૩ વર્ષમાં ૨.૯ ડીગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો, વરસાદ પણ વધુ પડશે

  • June 18, 2021 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૧મી સદીના અંતે રાયમાં ૫ ડીગ્રી સુધી તાપમાન વધી જશે, આઇઆઇએમ અમદાવાદ અને આઇઆઇટી ગાંધીનગર સહિત સ્ટેટ એકશન પ્લાનના સંશોધનનું તારણ

 ગુજરાતમાં છેલ્લા ૩૩ વર્ષમાં તાપમાન ૨.૯ ડીગ્રી સેલ્સિયસ વધી ગયું છે અને ૨૧મી સદીના અંતે તે ૫ ડીગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે તેવું તાજેતરમાં જાહેર થયેલા સ્ટેટ એકશન પ્લાન ઓન કલાયમેટ ચેન્જના રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે. આટલા વર્ષેામાં તાપમાનના વધારા પાછળ વિવિધ કારણો જવાબદાર છે જે માનવ ગતિવિધિઓ સાથે જોડાયેલા છે.

 


રિપોર્ટમાં ઉલ્લેખ છે કે તાપમાનના વધારા પાછળ વાહનોનું ઈંધણ, વનમાં વૃક્ષછેદન, એરકન્ડીશન્ડ મશીનોનો વપરાશ, ઘરમાં ચૂલામાં સળગાવવામાં આવતા લાકડા, જમીન ઉપયોગમાં થયેલું પરિવર્તન જેવા પરિબળોના કારણે કલાયમેટ ચેન્જ જોવામાં આવી રહ્યું છે.

 


રિપોર્ટમાં ભાવિ અનુમાન પણ દર્શાવવામાં આવ્યા છે. રાયમાં તાપમાનની સાથે વરસાદમાં વધારો થવાનો પણ અંદાજ છે. ૨૧મી સદીના અતં સુધીમાં વરસાદમાં ૧૫ થી ૨૫ ટકાનો વધારો થશે. આ રિપોર્ટ તૈયાર કરવામાં આઇઆઇએમ અમદાવાદ અને આઇઆઇટી ગાંધીનગરનો સહયોગ લેવામાં આવ્યો છે. એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે દિવસો ગરમ થશે અને હીટવેવમાં વધારો થશે.

 


ભારતના મોસમ વિજ્ઞાન વિભાગના ૧૯૭૧ થી ૨૦૦૦ની સાલ વચ્ચેના ડેટાનો ઉપયોગ આ અભ્યાસમાં કરવામાં આવ્યો છે અને તેને ભવિષ્યના વર્ષેામાં વિભાજીત કરાયો છે. ૧૯૫૧ થી ૧૯૮૫ સુધીના વર્ષેામાં તાપમાન ૧.૨ થી ૦.૭ ડીગ્રી સેલ્સિયસ સુધીની સીમામાં રહતું પરંતુ ત્યારપછીના વર્ષેામાં સતત વધારો થતો ગયો છે.

 


ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને આણદં જિલ્લામાં ઉત્તર અને ઉત્તર–પૂર્વિય બાજુ તાપમાનમાં વધારો થતો રહ્યો છે યારે કચ્છ, અમદાવાદ અને સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં તાપમાન ૪.૪ ડીગ્રી સેન્ટીગ્રેડ સુધી વધી ગયું છે. ગુજરાત છેલ્લા કેટલાક વર્ષેાથી હીટવેવનો અનુભવ કરી રહ્યું છે.

 


ગુજરાત હવામાન વિભાગના અધિકારીના મતેગુજરાતમાં તાપમાન, વધુ વરસાદ અને સમુદ્દનું લેવલ વધવા જેવા જોખમ ઉભા થયાં છે જે વિભિન્ન રીતે આર્થિક ક્ષેત્ર, માળખાકીય સુવિધા તેમજ ખેતીવાડી ક્ષેત્રને અસર કરે છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS