4 વર્ષની બાળકી પર સોસાયટીમાં જ રહેતા યુવકે દુષ્કર્મ કર્યું, મોત થતાં લાશના ટુકડા કરી અને.....

  • March 13, 2021 08:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સેલવાસના નારોલી વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના બની હતી. અહીં એક નરાધમે 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખી હતી. તેની હેવાનિયત આટલેથી અટકી ન હોય તેમ તેણે બાળકીની લાશને ટુકડા ઠંડે કલજે કરી નાખ્યા અને પછી તેને ટોયલેટની બારીના કાચ તોડી નીચે ફેંકી દીધા હતા. 

 

 

આ ઘટનાની મળતી માહિતી અનુસાર નરોલી વિસ્તારની એક સોસાયટીમાંથી સાંજના સમયે એક બાળકી ગુમ થઈ હતી. બાળકી સાંજના સમયે ગ્રાઉન્ડ ફ્લોર પર રમવા ગઈ હતી અને ત્યારબાદ પરત ન ફરતાં પરીવારે શોધખોળી શરુ કરી. તે દરમિયાન સોસાયટીના રહીશોને ટોયલેટની પાઈપલાઈન પાસે એક શંકાસ્પદ થેલો મળી આવ્યો. આ થેલો ખોલતાં જ સોસાયટીના રહીશોના પગ નીચેથી જમીન ખસી ગઈ કારણ કે આ થેલામાં બાળકીના ટુકડા ભરેલા હતા. 

 

 

આ વાતની જાણ તુરંત પોલીસને કરવામાં આવી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી અને સોસાયટીમાં પુછપરછ શરુ કરી. આ દરમિયાન સોસાયટીમાં રહેતા એક યુવકના ફ્લેટમાં પોલીસ તપાસ માટે પહોંચી અહીં લોહી પડેલું જોવા મળ્યું અને પોલીસે ફ્લેટમાં તપાસ કરતાં ટોયલેટની બારીનો કાચ પણ તુટેલો જોવા મળ્યો. પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી અને ત્યારે સામે આવ્યું કે તેણે જ બાળકીને મોતને ઘાટ ઉતારી હતી. 

 

 

સોસાયટીના રહીશોમાં પણ આ વાતથી રોષ વ્યાપી ગયો હતો. આ પહેલા પણ આ યુવકે સોસાયટીમાં બાળકીઓ સાથે છેડતી કરી હતી. પરંતુ આ ઘટનામાં તે 4 વર્ષની બાળકી જે ગ્રાઉડ ફલોર પર રમી રહી હતી તેને પોતાના ફ્લેટમાં લઈ ગયો. ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું અને પછી તેનું મોત નીપજતાં તેની લાશના ટુકડા કરી ફેંકી દીધા હતા. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS