રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં વેપારીની ૪ બેઠક માટે ૪૦ દાવેદારો!

  • August 10, 2021 05:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેપારીઓનું રાજકારણ નિહાળી અસલી રાજકારણીઓ પણ દગં રહી ગયા: સમજાવટ–સમાધાન માટે પ્રયાસો

 


સૌરાષ્ટ્ર્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં વેપારી વિભાગની ચાર બેઠકો માટે ૪૦થી વધુ દાવેદારો મેદાનમાં છે. ચૂંટણી લડીને બધાને નેતા બની જવું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. યાર્ડમાં વેપારીઓનું રાજકારણ નિહાળીને અસલ રાજકારણીઓ પણ દગં રહી ગયા છે તેમ છતાં સમાધાન–સમજાવટના પ્રયાસો ચાલી રહ્યા હોવાનું જાણવા મળે છે.

 

 


ભાજપના શાસકોના વર્તમાન જૂથ અને તેની સામે ભાજપના ધારાસભ્યનું જૂથ ચૂંટણીમાં આમને સામને ટકરાય તેમ હોય આ ટક્કર નિવારવા માટે ઉચ્ચકક્ષાએથી પ્રયાસો ચાલી રહ્યા છે અને સમાધાનની જવાબદારી કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાને સોંપવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પરંતુ હજુ સુધી સમાધાનના કોઈ જ અણસાર નથી તેમ છતાં ઉમેદવારી પત્રો ભરવાનો સમય આવશે ત્યાં સુધીમાં સમાધાન થઈ જશે તેવી રાજકીય  ગણતરી મંડાઈ રહી છે. બન્યુ છે એવું કે બે અથવા ત્રણ પેનલ ચૂંટણી લડશે તેવી ગણતરીએ ૧૦–૧૨ વેપારીઓએ તૈયારી શરૂ કરી હતી. દરમિયાનમાં બે વેપારી ડિરેકટરોએ તેઓ હવે ચૂંટણી લડવા ઈચ્છુક નહીં હોવાનું જણાવી દેતાં દાવેદારોની સંખ્યામાં ઉછાળો થયો છે.

 

 


ભાજપના બન્ને જૂથના આગેવાનો પાસે દરરોજ અનેક વેપારીઓ ચૂંટણી લડવા ઈચ્છુક હોવાની ફરમાઈશ લઈને જતા હોય હવે આગેવાનો પણ દાવેદારોની સંખ્યા જોઈને કંટાળ્યા છે અને તમે લોકો જ અંદરોઅંદર નક્કી કરીને આવો કે કોને ચૂંટણી લડવી છે! તેવો પ્રત્યુત્તર અપાયો હોવાનું જાણવા મળે છે. દાવેદારોની સંખ્યા એટલી વધી ગઈ છે કે, જો ચૂંટણી જગં લડાવાના બદલે સમાધાન થાય તો ૪૦માંથી કયા ૪ વેપારીની પસંદગી કરવી તે મુદો પેચીદો બની જાય તેમ છે. વેપારી ઉમેદવારો નક્કી કરવા જ્ઞાતિના આગેવાનોને જવાબદારી સોંપાઈ છે પરંતુ નામો ફાઈનલ કરવા અંગે હજુ સુધી તેઓ પણ સહમતિ સાધી શકયા નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS