દ્વારકા જિલ્લામાં કોરોના બન્યો બેખોફ: 44 કેસ

  • May 06, 2021 01:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોવીડ હોસ્પિટલમાં દર્દીઓનો વધારો: કુલ મૃત્યુ આંક 109

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોનાએ વિકરાળ સ્વરુપ ધારણ કર્યું છે. શહેર અને જિલ્લામાં પોઝીટીવ કેસની સંખ્યામાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે ત્યારે ગઇકાલે કોવીડ હોસ્પિટલમાં જિલ્લામાંથી 44 કેસો નોંધાયા છે. અને મૃત્યુ આંક 109એ પહોંચ્યો છે.

દ્વારકા જિલ્લામાં કોરોના વકરતા ખંભાળીયા શહેર ગ્રામ્ય વિસ્તારોમાંથી પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે જેના પગલે આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી આરંભવામાં આવી રહી છે. કોવીડ હોસ્પિટલમાં ઓકિસજન અને વેન્ટીલેટરની ઘટ સર્જાય નહીં તે માટેનુ આયોજન કરવામાં આવ્યું છે.

બીજી બાજુ આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વેકસીન આપવાની સાથોસાથ કોરોના ટેસ્ટ કરવાની  પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે ગ્રામ પંચાયતો દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ગામોમાં સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે મંગળવારે કોરોનાના નવા 44 કેસ નોંધાયા છે. જેમાં અડધોઅડધ 22 કેસ ખંભાળિયાના, જ્યારે કલ્યાણપુરમાં 9, દ્વારકામાં 7 અને ભાણવડમાં 6 નવા દર્દીઓ નોંધાયા છે. જો કે ખંભાળિયા અને 17 મળી કુલ 28 દર્દીઓને આરોગ્ય તંત્રએ સ્વસ્થ જાહેર કયર્િ છે. જેથી કોરોના પોઝીટીવ આંકડો વધીને 541 થયો છે. જિલ્લામાં કુલ મૃત્યુઆંક 109 નો થયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS