10 જિલ્લામાંથી નોંધાયા 50% એક્ટિવ કેસ, મોતના મામલે ત્રીજા સ્થાન પર પહોંચ્યું ભારત

  • April 04, 2021 07:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોના ની બીજી લહેર ના કારણે હાલત બદથી બદતર થઇ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં દુનિયામાં સૌથી વધુ 89 હજારથી વધારે કોરોના સંક્રમિત કે ભારતમાં નોંધાયા છે જ્યારે 714 લોકોના કોરોના થી મોત થયા છે. 

 

હવે દુનિયામાં કોરો નથી થયેલા મોત મામલે ભારત ત્રીજા સ્થાને પહોંચી ગયું છે દેશમાં આ પહેલા એક દિવસમાં સર્વાધિક 97000 નવા કેસ 17 સપ્ટેમ્બરે નોંધાયા હતા અને ચાર નવેમ્બરે સૌથી વધુ 702 લોકોના મોત થયા હતા. ભારતની સરખામણીમાં બ્રાઝિલમાં એક દિવસમાં 69,662 અને અમેરિકામાં 69,,986 નવા કેસ નોંધાયા હતા.

 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે અનુસાર ચોવીસ કલાકમાં 89, 129 સંક્રમિત કેસ મળ્યા છે જેમાંથી 81.42 ટકા કેસ 8 રાજ્યોના છે જ્યાં સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર હાલ મહારાષ્ટ્ર કર્ણાટક છત્તીસગઢ દિલ્હી તમિલનાડુ યુપી પંજાબ અને મધ્યપ્રદેશમાં સ્થિતિ સૌથી ખરાબ છે. 

 

સ્વાસ્થ્ય મંત્રાલય ની આંકડાકીય માહિતી અનુસાર દેશના કુલ એક્ટિવ કેસમાંથી ૫૦ ટકા કેસ 10 જિલ્લામાંથી નોંધાયા છે આ જિલ્લામાં પુણે મુંબઈ નાગપુર થાણે નાસિક બેંગ્લોર ઔરંગાબાદ દિલ્હી હિંમતનગર અને નાંદેડ નો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં છેલ્લા બે મહિનામાં નવ ગણા કેસ વધ્યા છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021