માર્ચમાં મહારાષ્ટ્રમાં 6 લાખ નવા કેસ: 2000 મોત

  • March 30, 2021 09:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાનો બીજી લહેરમાં મહાવિસ્ફોટ: રોજ સતત કેસમાં વધારો થઈ રહ્યો છે: હજુ પણ સ્થિતિ ગંભીર બનવાનો ભયમહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો હાહાકાર સૌથી વધુ રહ્યો છે અને દેશના જેટલા રાજ્યો છે તેમાં અત્યારે સૌથી વધુ ગંભીર હાલત મહારાષ્ટ્રની છે કારણ કે ફકત માર્ચ માસ દરમિયાન મહારાષ્ટ્રમાં છ લાખ નવા કેસ બહાર આવ્યા છે અને કુલ બે હજારથી વધુ દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે. આમ, મહારાષ્ટ્રમાં કોરોનાનો મહાવિસ્ફોટ બહાર આવ્યો છે.
મહારાષ્ટ્રમાં આમ જોઈએ તો દરેક જિલ્લામાં દરરોજ નવા નવા કેસ મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે અને આ ઘાતકી સિલસિલો ઘણા દિવસોથી યથાવત રહ્યો છે. ફરીવાર લોકડાઉન લગાવવાની ચચર્િ પણ થઈ હતી જો કે તેમાં હવે સરકાર આગળ વધવા માગતી નથી.

 


મહારાષ્ટ્ર રાજ્યમાં પહેલી તારીખથી લઈને 29 માર્ચની વચ્ચે કોરોના વાયરસના 6 લાખ જેટલા નવા કેસ દાખલ થયા હતા. મહામારીના પ્રારંભ સાથે જ મહારાષ્ટ્ર રાજ્ય સૌથી વધુ પ્રભાવિત રહ્યો છે અને પહેલાં તબકકામાં પણ મહારાષ્ટ્ર રાજ્યની હાલત ખરાબ હતી.

 


આંકડાઓ પરથી એવું જાહેર થયું છે કે, મહારાષ્ટ્રમાં પહેલીથી 29 માર્ચ વચ્ચે કોરોના વાયરસને લીધે 2 હજારથી પણ વધુ દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે. પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં 5,93 હજાર કેસ બહાર આવ્યા હતા.

 


2021ના પ્રારંભ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો ફરીથી વિસ્ફોટ શ થયો હતો. જો કે 21ના પ્રારંભે કેસમાં ઘટાડો થયો હતો પરંતુ ત્યારબાદ અનિયંત્રિત બનીને કોરોના વાયરસ ત્રાટકયો છે અને રોજ નવા નવા રેકર્ડ કેસમાં બની રહ્યા છે. માર્ચ મહિનો મહારાષ્ટ્ર માટે મહાઘાતક પુરવાર થયો છે.

 


મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ કોરોના વાયરસને ક્ધટ્રોલમાં લેવા માટે બેઠકો ચાલુ રાખી છે અને પ્રયાસ ચાલુ રાખ્યા છે. લગભગ દરેક જિલ્લામાં ટેસ્ટિંગની કાર્યવાહી ઝડપી બનાવી દેવામાં આવી છે અને કોવિડ હોસ્પિટલોમાં વધારો કરવામાં આવ્યો છે. માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે સતત જનતાને સમજાવટ કરવામાં આવી રહી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS