હોમવર્કથી પરેશાન બાળકીએ PM મોદીને કરી ફરિયાદ, ટ્વીટર પર શેર કરેલો વીડિયો વાયરલ થતા લેવાયા પગલાં

  • June 01, 2021 09:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોના સંકટ વચ્ચે શાળા તો બંધ છે પરંતુ ઓનલાઈન ક્લાસ શરુ છે. તેવામાં બાળકો માટે આ ઓનલાઈન ક્લાસ સમસ્યા બની ગયા હોય તેવું લાગે છે. 

 

સોશિયલ મીડિયા પર એક 6 વર્ષની બાળકીનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો શેર થયા બાદ ખૂબ ચર્ચામાં છે. આ વીડિયો છે જમ્મૂ કાશ્મીરનો જેમાં 6 વર્ષની એક બાળકી પીએમ મોદીને કલાકો સુધી ચાલતા ઓનલાઈન ક્લાસ અને હોમવર્કને લઈને ફરિયાદ કરે છે. 

 

બાળકીની આ ફરિયાદ પર જમ્મૂ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ સંજ્ઞાન લઈ અને શાળાના બાળકો પર હોમવર્કનો બોજ ઓછો કરવા સ્કૂલ શિક્ષા વિભાગને 48 કલાકની અંદર નીતિ બનાવવા નિર્દેશ કરવામાં આવ્યા છે. 

 

જમ્મૂ કાશ્મીરની 6 વર્ષની બાળકી ઓનલાઈન ક્લાકથી નાખુશ છે અને તે વીડિયોમાં જણાવે છે કે મોટા બાળકોની જેમ નાના બાળકોને શા માટે આટલું હોમવર્ક આપવામાં આવે છે.  બાળકી વીડિયોમાં પીએમ મોદીને કહે છે કે નાના બાળકોને શા માટે આટલું કામ કરવું પડે છે. ટ્વીટર પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021