દેવભૂમિ દ્વારકા જિલ્લાના આંગણવાડીના 19 હજારથી વધુ બાળકોને એક માસમાં 76.52 હજાર કિલો સુખડીનું વિતરણ કરાયું

  • July 07, 2021 09:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના સામે સાવચેતીના પગલા રૂપે રાજ્ય સરકારે તમામ આંગણવાડીઓના બાળકોને આંગણવાડીમાં ન લાવવા માટે જરૂરી સૂચના આપી છે. જેને ધ્યાને લઈ જૂન માસ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના આંગણવાડી કેન્દ્રોના ત્રણ માસથી છ વર્ષના બાળકોને તેમના ઘરે જઈને ગરમ નાસ્તાના બદલામાં પોષણક્ષમ સુખડીનું વિતરણ કરવામાં આવે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના પ્રોગ્રામ ઓફિસરની એક જણાવાયા મુજબ આ યોજનાના ભાગરૂપે જિલ્લાની કુલ 691 આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા ત્રણ માસથી છ વર્ષના 19,132 બાળકોને ઘરે જઈને દર ગુરૂવારે બાળક દીઠ એક કિલો પોષણક્ષમ સુખડીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાના આંગણવાડી કેન્દ્રમાં દર ગુરુવારે બાળક દીઠ એક કિલો સુખડીનું વિતરણ કરવામાં આવે છે. જેને ધ્યાને લેતા જૂન માસ દરમિયાન જિલ્લાની આંગણવાડીમાં નોંધાયેલ કુલ 19,132 બાળકોને સુખડી વિતરણના ચોથા ગુરુવાર સુધીમાં કુલ 76.52 હજાર કિલોથી વધુ સુખડીનું વિતરણ કરવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS