કોરોનાનો ચૂંટણી વિરામ પૂર્ણ રાજ્યમાં આજે નોંધાયા 775 નવા પોઝિટિવ કેસ

  • March 13, 2021 09:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં ચૂંટણી દરમિયાન અચાનક કોરોનાના આંકડાઓ ઘટી ગયા હતા. જાણે કોરોના વાયરસ ઇલેક્શન પુરતો રજા માણવા ગયો હોય એવું વાતારવરણ બની ગયું હતું. ઈલેક્શન પૂર્ણ થતા તે પાછો આવી ગયો છે અને હવે રાજ્યમાં ફરીથી તેના કામે લાગી ગયો હોય એમ રોજ કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્ય  સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 775 નવા દર્દી જ્યારે 579 દર્દીઓ સાજા થયાં છે.

અમદાવાદ અને સુરતમાં 1-1 દર્દીઓનું સારવાર દરમિયાન મોત થયું છે.  રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,68,775 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કુલ 4422 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં 4200 એક્ટિવ કેસ થયા છે. અને  હાલ 53 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રિકવરી રેટમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. રિકવરી રેટ વધીને ઘટીને 96.89 ટકા થયો છે.  સુરત શહેરમાં 188 કેસ તો અમદાવાદ શહેરમાં 185 નવા કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 60 કેસ અને રાજકોટ શહેરમાં 64 કેસ નોંધાયા છે. કોરોના વેક્સિનેસન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ કોરોનાના વધતા આંકડાઓ જોતા લાગે છે લોકોએ જ કોરોના સામે લડવા માટે આત્મનિર્ભર બનવું પડશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS