ગ્રીનલીફ રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં 7 વર્ષીય બાળકનું મોત

  • June 21, 2021 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ-જામનગર રોડ પર આવેલા ગ્રીનલીફ રિસોર્ટના સ્વિમિંગ પુલમાં એક બાલકનું મૃત્યુ થયું...આ બાળકની ઉંમર 7 વર્ષની હતી..સ્વિમિંગપુલમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું...ગઇકાલે બપોરના સમયે બાળક ડૂબી જતાં તેને તુરંત જ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં બાળકે દમ તોડી દીધો હોવાનું હોસ્પિટલમાં હાજર તબીબે જણાવ્યું હતું.

 

પરિવારજનો જમતા હતા ત્યારે બાળક ન્હાવા પડ્યું
આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકનાં હેડ કોન્સ્ટેબલ સાજીદ ખેરાણી અને રાઇટર અનુજભાઇ ડાંગરે કાગળો કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, બુરહાનુદ્દીનના ફુઆ જે કુતિયાણા રહેતા હોય તેઓ રવિવારની રજા માણવા પરિવાર સાથે રાજકોટનાં ગ્રીનલીફમાં આવ્યા હતા. ત્યારે બુરહાનુદ્દીનને તેના પિતા ગઇકાલે સવારે ફૂઆ પાસે મૂકી ગયા હતા અને સાંજે લેવા આવવાના હતાં. ફૂઆ અને પરિવારજનો જમતા હતા ત્યારે બુરહાનુદ્દીન સ્વિમિંગ પુલમાં ન્હાવા જતો રહ્યો હતો અને ડૂબી જતાં તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેમનું મોત નીપજ્યું હતું
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS