રાજકોટમાં કોરોનાના 80 કેસ; કુલ કેસ 20000 નજીક

  • April 04, 2021 03:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા હદ વિસ્તારમાં આજે બપોર સુધીમાં કોરોનાના વધુ 80 પોઝિટિવ કેસ મળતા આ સાથે શહેરમાં હાલ સુધીના કુલ કેસ 19614 થયા છે. રાજકોટ શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હોય આ તકે મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલે શહેરીજનોને ઓક્સિમીટરથી ઓક્સિજન માપતા રહેવા અપીલ કરી છે અને જો ઓક્સિજન લેવલ ઓછુ આવે તો તુરંત જ કોરોના ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી છે. આ ઉપરાંત મ્યુ.કમિશનરે શહેરીજનોને સતત માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને સેનેટાઈઝર કે સાબુથી હાથ ધોતા રહેવા અનુરોધ કર્યો છે.

 

 

મહાપાલિકાના કોવિડ બુલેટિન અનુસાર હાલ સુધીમાં કુલ 18218 દર્દીઓ સાજા થતા તેમને રજા અપાઈ છે અને રિકવરી રેઈટ 93.36 ટકા રહ્યો છે. આજ સુધીમાં કુલ 690298 નાગરિકોના કોરોના ટેસ્ટ કરાયા છે જેમાંથી 19614 પોઝિટિવ મળ્યા છે અને પોઝિટિવિટી રેઈટ 2.83 ટકા રહ્યો છે.

 


ગઈકાલે 6528 નાગરિકોના ટેસ્ટ કરાતા તેમાંથી 262 પોઝિટિવ મળ્યા હતા. જયારે આજે બપોર સુધીમાં કુલ 5892 નાગરિકોને કોરોના સામેની વેક્સિન આપવામાં આવી હતી.
મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, તાજેતરમાં મળતા પોઝિટિવ કેસમાં 40થી 50 વર્ષના વયજૂથના અનેક કેસ મળવા લાગ્યા છે. એક પણ લક્ષણ ન હોય છતા ટ્રસ્ટ કરાવે તો પોઝિટિવ આવે છે. ખાસ કરીને લક્ષણો જણાતા ન હોય પરંતુ શ્ર્વાસ લેવામાં તકલીફ થતી હોય કે થોડુ ચાલવાથી શ્ર્વાસ ચડતો હોય તો તુરંત ટેસ્ટ કરાવી લેવો હિતાવહ છે.

 

રાજકોટ PGVCL  સર્કલના 4 કર્મીઓ કોરોનાગ્રસ્ત, કુલ આંક 154


ગયા વર્ષે માર્ચ મહિનામાં શરૂ થયેલો કોરોનાનો કહેર અત્યારે પણ યથાવત છે. ગયા વર્ષે સંક્રમણને અટકાવવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ લોકડાઉન દરમિયાન તબીબો અને પોલીસ કર્મીઓની સાથે વીજકર્મીઓ પણ સતત કાર્યરત રહ્યા હતા. જેને પગલે અનેક વીજ કર્મીઓ કોરોનાગ્રસ્ત થયા હતા. જે હારમાળા અત્યારે પણ યથાવત રહી છે. રાજકોટ પીજીવીસીએલ સર્કલ ચાર કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે સાથે સિટી સર્કલમાં કુલ પોઝિટિવ આંક 154 પર પહોંચ્યો છે.

 


કોરોનાની મહામારી દરમિયાન લોકોને અગવડતા ન પડે તે માટે વીજ કર્મચારીઓ સતત કાર્યરત રહ્યા હતા. લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં પણ તેમની કામગીરી યથાવત રહી હતી અને કર્મચારીઓ કોરોનાગ્રસ્ત બન્યા હતા અને હજુ પણ તેમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ પરિસ્થિતિ ગંભીર ન બને તે માટે વીજ કર્મચારીઓને ફ્રેન્ટલાઇનર્સ ગણીને તેમને વેક્સિનેશન માટે પ્રાધાન્ય આપવાની રજૂઆત કરવામાં આવી હતી. જેની મંજૂરી મળી ગયા બાદ હજુ ગયા સપ્તાહે જ વીજ કર્મચારીઓ માટે સિટી સર્કલ ઓફિસમાં કોરોના વેક્સિનેશન કેમ્પ્નું આયોજન કરવામાં આવ્યું હતું.

 


આ વેક્સિનેશન કેમ્પમાં પીજીવીસીએલના એમડી સહિત અનેક અધિકારીઓએ કોરોનાની વેક્સિન લીધી હતી. તેમ છતાં પણ લોકોના સતત સંપર્કમાં રહેવાને કારણે સિટી સર્કલ ઓફિસના વધુ 4 કર્મચારીઓ સંક્રમિત થયા છે. સાથે જ સિટી સર્કલ ઓફિસનો કુલ આંક 154 પર પહોંચ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS