જમ્મૂ કાશ્મીરમાં પથ્થરમારાની ઘટનાઓમાં 88 ટકાનો ઘટાડો

  • August 04, 2021 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ તાબડતોડ અભિયાન ચાલી રહ્યું છે. અહીં મોટા પ્રમાણમાં સૈનિકોની તૈનાતી અને કોવિડ પ્રતિબંધો વચ્ચે જમ્મૂ કાશ્મીરમાં વર્ષ 2019 પછી પથ્થરમારાની ઘટનાઓમાં 88 ટકા ઘટાડો નોંધાયો છે. ગૃહ મંત્રાલયએ તાજેતરમાં જાહેર કરેલા આંકડા અનુસાર આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે પથ્થરમારાની ઘટનાઓ વર્ષ 2019ની સરખામણીએ 88 ટકા ઘટી ગઈ છે. આ ઉપરાંત ઘટનામાં ઘાયલ થતા નાગરિકો અને જવાનોની સંખ્યા પણ 93 ટકાથી ઘટી 84 ટકા થઈ છે. 

 

ગૃહ મંત્રાલયે જાહેર કરેલા આંકડા દર્શાવે છે કે વર્ષ 2019 માં જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે પથ્થરમારાની 618 ઘટનાઓ બની હતી. તે જ સમય દરમિયાન વર્ષ 2020 માં 222 વખત પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ વર્ષે આ આંકડો ઘટીને માત્ર 76 થયો છે. વર્ષ 2019 માં સુરક્ષા દળોના જવાનોની ઇજાગ્રસ્ત થયાની સંખ્યા પણ 64 હતી, જ્યારે આ વર્ષે તે માત્ર 10 છે. જ્યારે પેલેટ ગન અને લાઠીચાર્જમાં ઘાયલ નાગરિકોની સંખ્યામાં સૌથી મોટો ઘટાડો આવ્યો છે. વર્ષ 2019 માં જ્યાં આ આંકડો 339 હતો, આ વર્ષે તે ઘટીને માત્ર 25 થઈ ગયો છે. 

 

આતંકવાદીઓને ખતમ કરવા માટે ચલાવવામાં આવતા લશ્કરી મિશનને પણ સફળતા મળી રહી છે. આ સમયગાળા દરમિયાન આતંકવાદીઓની ધરપકડમાં વધારો થયો છે. વર્ષ 2019 ના જાન્યુઆરી અને જુલાઈ વચ્ચે માત્ર 82 આતંકવાદીઓ પકડાયા હતા, આ વર્ષે અત્યાર સુધીમાં 178 આતંકવાદીઓ પકડાયા છે. 

 

ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટ 2019 ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો નાબૂદ કર્યો અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધા હતા. આ નિર્ણય બાદ જમ્મુ કાશ્મીરમાં ઇન્ટરનેટ અને ફોન સેવા 72 દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.  આ સાથે જ જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે  આદેશ આપ્યો હતો કે પથ્થરબાજીમાં સંડોવાયેલા લોકોને સરકારી નોકરી નહીં મળે અને પાસપોર્ટ  મંજૂરી પણ નહીં મળે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS