મોરબીમાં ધંધાની જગ્યામાં જુગાર કલબ શરૂ કરી દેવાઈ

  • March 08, 2021 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના શનાળા રોડ ઉપર ભુદેવ સેલ્સ એજન્સીમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે એ ડિવિઝન પોલીસે દરોડો પાડી પાંચ ઇસમોને જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન  પોલીસ સ્ટાફના રામભાઈ મંઢ તથા મહાવીરસિંહ પરમારને બાતમી મળી હતી કે શનાળા રોડ ઉપર આવેલ ભુદેવ સેલ્સ એજન્સીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ત્યાંથી કામનભાઈ બીપીનચંદ્ર પંડ્યા, નુરુદિનભાઈ નીજારઅલી કચરાણી, શેષબહાદુર જંગબહાદુર સુનાર, વિશાલભાઈ હરેન્દ્રભાઈ મહેતા અને નિલેશભાઈ કેશવજીભાઈ ઘોડાસરા ને રોકડ રકમ રૂ.૩૦,૫૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી એ ડીવીઝન પોલીસની આ કામગીરીમાં પી આઈ બી પી સોનારા, જનકભાઈ પટેલ, રામભાઈ મઢ, પ્રફૂલભાઈ પરમાર, મહાવીરસિંહ પરમાર, મહેન્દ્રસિંહ ઝાલા, કિશોરભાઈ મિયાત્રા, મનસુખભાઈ દેગામડીયા, ભાનુભાઈ બાલાસરા, સમરતસિંહ ઝાલા, સંજયભાઈ બાલાસરા અને ભરતભાઈ હુમ્બાલ સહિતની ટીમે કરેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS