લખનઉ સળગતી ચિતાઓનો વિડીયો વાયરલ થયા બાદ ચારે બાજુથી ઢાંકવામાં આવ્યું સ્મશાન : આપ અને કોંગ્રેસનો શાબ્દિક પ્રહારો

  • April 16, 2021 03:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કોરોનાના કારણે દયનીય સ્થિતિ ઉભી થઇ છે. હોસ્પિટલોમાં બેડની અછત તો છે જ, સાથે સાથે સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો જોવા મળી છે. લખનઉના વૈકુંઠધામ સ્મશાન ઘાટનો એક વિડિયો ગત દિવસોમાં વાઇરલ થયો હતો. ત્યાં એક સાથે દર્ઝન જેટલી ચિતાઓ સળગી રહી હતી. જ્યારે હવે આ સ્મશાન ઘાટ અને ચારે તરફથી અસ્થાઈ પતરૂ લગાવીને ઢાંકી દેવામાં આવ્યું છે, જેથી બહારથી કાંઈ જોઈ શકે નહીં. આ બેરિકેડિંગ લખનઉ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવી છે.

 

 

આ દરમિયાન સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયેલાએ વિડિયો અને કોર્પોરેશન દ્વારા લગાવાયેલ આડચને ટાર્ગેટ કરીને ભાજપને ખખડાવવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે એક વિડીયો તેના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરતા લખ્યું છે કે, જો તમે હોસ્પિટલ બનાવવાની આટલી મહેનત કરી હોત તો સ્માશાન છુપાવવાની જરૂર પડે નહીં. જ્યારે કોંગ્રેસના યુપી યુનિટ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે, તમે લાખ છુપાવી લો બેશરમી, પરંતુ દુનિયાને ખબર પડે છે. લખનઉમાં વૈકુંઠધામ રોડ ચારેબાજુથી કવર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે લખનઉમાં દરરોજ પાંચ હજારથી વધારે કોરાનાના કેસ આવી રહ્યા છે અને વધતા જતાં કેસના કારણે નાઈટ કર્ફ્યુ પણ જાહેર કરવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS