અમેરિકામાં મળ્યું કોરોના વાયરસનું નવું ખતરનાક સ્વરૂપ,રસીની કોઈ અસર ન થવાનો વૈજ્ઞાનિકોને છે ડર

  • March 07, 2021 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસ વિશે દરરોજ નવી ચિંતાઓ બહાર આવી રહી છે. હાલ બ્રિટનમાં ઓરીગોનમાં એક નવો પ્રકારનો વાયરસ મળી આવ્યો છે જે વધુ ખતરનાક છે. વિશેષ બાબત એ છે કે આ મ્યુટેશન સાથે  મળ્યો છે. જેના કારણે રસી (કોવિડ -19 રસી) ની અસર પણ ઓછી થાય છે. જો કે, નિષ્ણાતોએ લોકોને વધુ સાવધ રહેવા અને કોરોના વાયરસ સંબંધિત પાયાની સાવચેતીઓનું પાલન કરવાનું કહ્યું છે.

સંશોધનકારોએ આવા કોમ્બીનેશન સાથે હજી સુધી માત્ર એક જ કેસ શોધી કાઢ્યો છે, પરંતુ જૈનેટીક એનાલીસીસ સૂચવે છે કે આ પ્રકાર સમુદાયોમાં ફેલાય છે. તે કોઈ એક વ્યક્તિમાં તૈયાર નથી થતો.આ અચાનક સામે આવ્યો છે. બ્રિટનમાં મળેલ B.1.1.1.7 અમેરિકામાં ઝડપથી ફેલાય છે. આ પ્રકારનો વાયરસ ખરેખર વધુ ચેપી છે. એક અંદાજ છે કે આવતા અઠવાડિયામાં, આ નવા પ્રકારોને લીધે, અમેરિકામાં સૌથી વધુ કેસ જોવા મળશે. ઓરિગોનમાં મળેલા નવા વેરિએન્ટમાં આજ વસ્તુ સાથે મ્યુટેશન પણ શામેલ છે. આ મ્યુટેશન દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને ન્યુયોર્કમાં ફેલાતા વાયરસમાં જોવા મળ્યો છે. 

દક્ષિણ આફ્રિકામાં થયેલ ક્લિનિકલ ટ્રાયલ્સથી જાણવા મળ્યું છે કે Eek મ્યુટેશન રોગપ્રતિકારક પ્રતિક્રિયાને નુકસાન પહોંચાડીને હાલની રસીને ઓછી અસરકારક બનાવે છે. બ્રિટનમાં Eek સાથે મળેલ આ  B.1.1.7 વેરીએન્ટને વૈજ્ઞાનિકો ચિંતાનું કારણ ગણાવી રહ્યા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS