અમરેલીના યુવાનનું મિત્ર સહિત પાંચ શખસોએ અપહરણ કરી ઢોર માર માર્યો

  • March 08, 2021 01:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલીના ચિતલ રોડ ઉપર રહેતા અને વડોદરા ખાતે ખાનગી નોકરી કરતા એક યુવાનને મિત્રો વચ્ચે થયેલ બોલાચાલીના કારણે તેમના મિત્ર સહિત પાંચ શખસોએ કારમાં ઉપાડી જઈ માણેકવાડા ચોકડી પાસે અવાવરૂ જગ્યાએ લઈ જઈ છરી, લોખંડ પાઈપ, લાકડાના ધોકા વડે માર માર્યાની ઘટનાથી ભારે ચકચાર જાગેલ હતી. પ્રાપ્ત વિગત મુજબ અમરેલીના ચિતલ રોડ ઉપર જયભીમ સોસાયટીમાં રહેતો ચાવડ ઉ.વ.૨૬ નામનો યુવાન એકાદ માસથી અમરેલી આવેલ હતો.

બે દિવસ પહેલા આ યુવાન ચિતલ રોડ ઉપર આવેલ એક પાનની દુકાને ઉભો હતો તે અરસામાં એક અલટો કારમાં પ્રતિક અશોકભાઈ ગોહિલ અને પરીમલ આહિર ર.નાના માચિયાળાવાળાએ આવી કારમાં બેસાડી દીધેલ હતો. બગસરા રોડ ઉપર પાણીયા ગામે કાર લઈ ગયેલ હતો. ત્યાંથી હિતેષ જગુભાઈ ભેડા અને બે અજાણ્યા શખસો કારમાં બેઠેલા હતા. ત્યારબાદ કારને કેરાલા ગામના પાટિયા પાસે ઉભી રાખી હિતેષ અને પ્રતિક સાગરને મારવા લાગેલ હતા. ત્યાર કાર ઉભી રાખી સાગરને નીચે ઉતારી પાંચેય શખસો મારવા લાગેલ હતા. લોખંડ પાઈપ, લાકડાનો ધોકા વડે મારતા નીચે પડી ગયેલ હતો. હિતેષ ભેડાએ છરીનો એક ઘા હાથ ઉપર મારેલ હતો. બાદમાં જીવ બચાવવા સાગર રાડો પાડતો અંધારામાં નાસી છૂટેલ હતો. અંધારાનો લાભ લઈ નાસી છૂટેલ યુવાન એક દૂધના બોલેરા વાહનમાં અમરેલી આવેલ હતો. અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલ હતો. મિત્રો વચ્ચેની બોલાચાલીમાં સર્જાયેલ અપહરણની ઘટનામાં ભોગ બનેલા યુવાને પ્રતિક, પરીમલ આહિર, હિતેષ ભેડા સહિત પાંચ શખસો સામે એટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધાયેલ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS