ઉના પાસે ડમ્પરે કારને હડફેટે લેતાં એક યુવાનનું મૃત્યુ, બીજાને ગંભીર ઇજા

  • February 22, 2021 10:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાના વેરાવળ હાઇવે રોડ ઉપર ડમ્પર ચાલકે કારને હડફેટે લેતા કારચાલકનુ ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે બીજા યુવાનને ગંભીર ઈજા થતા ખાનગી હોસ્પિટલ ખસેડાયેલ છે નાથળ શીલજ ગામ વચ્ચે વેરાવળ તરફથી પુર ઝડપે ચલાવી આવતો ડમ્ફર જીજે ૩૨ પી ૭૮૨૭ ના ચાલકે કારને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો જેમાં વનરાજભાઈ અશ્વિનભાઈ ગોહીલ ઉંમર વર્ષ ૨૪ તેમજ પ્રિતેશભાઇ મહેન્દ્ર ભાઈ ગોહિલ

 


ઉંમર વર્ષ ૨૦ આ બંને યુવાનો કારમાં ઉના થી વેરાવળ થતા હતા ત્યારે નાથળ ગામ નજીક ડમ્પર ચાલકે કારને અડફટે લેતા આ અકસ્માતમાં વનરાજભાઈ નું ઘટનાસ્થળે મોત નિપજ્યુહતુ જ્યારે પ્રિતેશભાઇ હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયેલ છે આ અકસ્માતમાં કાલ નો બુકડો બોલ ગયો હતો અકસ્માત સર્જાતા આજુબાજુ વાડી વિસ્તારમાંથી તેમજ વાહન ચાલકો સહિત લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા કારની અંદર ફસાઈ ગયેલા યુવાનને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા અને મૃતક યુવાનને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાવા માં આવેલ જ્યારે ઈજાગ્રસ્તોને યુવાનને ખાનગી હોસ્પિટલમાં રીફર કરેલ બન્ને યુવાનો વેરાવળ રહેતા હોય આકસ્માત ની ઘટના બનતા મૃતક ના પરિવારને જાણ કરતા ઉના દોડી ગયા હતા અને આ અંગે પોલીસ ઘટના સ્થળે દોડી ગયેલ હતી ડમ્પર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ ની કાર્યવાહી શરૂ કરેલ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS