ખંભાળિયા તાલુકામાં પીજીવીસીએલની નબળી કામગીરીના કારણે અબોલ પશુઓનો ભોગ લેવાયો

  • June 21, 2021 11:08 AM 

ગૌ ભક્તો દ્વારા તંત્રને લેખિત રજૂઆત કરાઈ

   ખંભાળિયા તાલુકામાં તાજેતરમાં એક દિવસના સમયગાળામાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન ચોમાસા પૂર્વે પીજીવીસીએલ તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી હતી. પરંતુ આ કામગીરી જાણે અપૂરતી બની રહી હોય તેમ શુક્રવારે ખંભાળિયા તાલુકાના સલાયા ગામે જીવંત વીજ વાયર તુટી પડતા ચાર જેટલા ધણખુટ- ગાયના મૃત્યુ નિપજયાનો બનાવ સામે આવ્યો છે.

    આ કરુણ બનાવ અંગે અહીંના ગૌભક્તો દ્વારા પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેરને એક લેખિત પત્ર પાઠવી, વિજ વાયર તૂટવાના ઉપરોક્ત બનાવને ગંભીર પણે આ બાબતને પીજીવીસીએલની બેદરકારી ગણાવી છે.

    ચોમાસાના પ્રારંભમાં જ જો આવા બનાવ બને તો આગામી સમયમાં કેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થશે? તે બાબતે ચિંતા વ્યકત કરી, આ મુદ્દે તાકીદે પગલાં લેવા અને જો તંત્ર નિષ્ફળ જશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ પત્રમાં આપવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS