કોરોનાએ વધુ એકટરનો ભોગ લીધો : લલિત બહલે લીધા અંતિમશ્વાસ

  • April 25, 2021 12:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાવાયરસના કારણે દેશમાં હાહાકાર મચ્યો છે, ત્યારે છેલ્લા કેટલાક સમયમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાંથી અનેક લોકોનો ભોગ લેવાયો ચૂક્યો છે. ઘણા લોકો કોરોના સંક્રમિત થઈને સ્વસ્થ થઇ રહ્યા છે પરંતુ કેટલાક લોકો કોરોના સામેનો જંગ હારી રહ્યા છે.

 

 

જ્યારે શુક્રવારે મુક્તિ ભવન અને તિતલી ફેમ લલિત બહલનું કોરોનાથી નિધન થયું છે. લલિત બહલ 71 વર્ષના હતાં. ગત સપ્તાહે લલિતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બીમાર પડ્યા બાદ તે મુંબઇની એપોલો હોસ્પિટલમાં એડમિટ થઈ અને સારવાર લઇ રહ્યા હતા. સારવાર દરમિયાન જ લલિત બહલે અંતિમ શ્વાસ લીધા છે. લલિત બહલે  શુક્રવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેના મોતની દુઃખદ સુચના તેના દીકરા કનુએ આપી હતી. કનુએ એક ન્યૂઝ એજન્સીને સુચના આપતા જણાવ્યું હતું કે, શુક્રવારે બપોરે તેના પિતાનું નિધન થયું છે. તેમના પિતાને દિલ બીમારી હતી. કોરોનાના કારણે ફેફસાંમાં ઇન્ફેક્શન લાગવાથી તેમની તબિયત વધુ ખરાબ થઈ હતી અને અંતે તેઓ અવસાન પામ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS