અફઘાનિસ્તાનના કાબૂલમાં પાવર સ્ટેશન પાસે રોકેટ હુમલો

  • September 16, 2021 11:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અફઘાનિસ્તાનને કાબુલમાં એક પાવર સ્ટેશન પાસે રોકેટથી હુમલો થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર રોકેટથી હુમલો થયો હોવાની જાણકારી બહાર આવી છે. જોકે અત્યાર સુધીમાં રોકેટ હુમલાથી કેટલા લોકોના મોત થયા છે તે અંગેની કોઈપણ જાણકારી બહાર આવી નથી. તો બીજી તરફ આ રોકેટ હુમલો કોના તરફથી કરવામાં આવ્યું છે. તે અંગે પણ કોઈપણ જાતની જાણકારી બહાર આવી નથી.


આજથી ૩૦ દિવસ પહેલા અફઘાનિસ્તાન પર તાલિબાની લોકોએ પોતાનો કબ્જો કરી લીધો હતો. ત્યારબાદ તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનમાં પોતાની સરકાર પણ બનાવી દેવામાં આવી છે. અને જેના વિરોધમાં અફઘાનિસ્તાન ના લોકો પ્રદર્શન પણ કરી રહ્યા છે. 

 

સમાચાર એજન્સીઓ પાસેથી મળતી માહિતી અનુસાર અફઘાનિસ્તાનના લોકો દ્વારા એક સંગઠન પણ બનાવ્યા આવ્યું છે. જેમણે તાલિબાની સરકાર સામે બળવો પણ ફૂકી દીધો છે. આ અફઘાનિસ્તાન સંગઠનોએ અફઘાનિસ્તાનના ગ્રામ્ય વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત બનાવી છે. તેવામાં અગાઉ પણ ઘટનાઓ સામે આવી છે કે, અફઘાનિસ્તાન સંગઠન અને તાલિબાનના સંગઠન વચ્ચે ગોળીબારી અને હુમલાઓ થયા છે. ત્યારે હાલમાં ફરી એકવાર રોકેટ હુમલો કાબુલ પર થયો છે. જોકે આ હુમલો અફઘાનિસ્તાની સંગઠનો દ્વારા કરવામાં આવ્યું છે કે નહીં, તે અંગે કોઈપણ જાતની સચોટ માહિતી બહાર આવી નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS