વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ સીએમ વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીએ કોરોનાની રસીનો લીધો પ્રથમ ડોઝ

  • March 01, 2021 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજધાની દિલ્લીની એઈમ્સ હોસ્પિટલમાં કોરોના વાયરસ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. પુડ્ડુચેરીના નર્સ પી નિવેદાએ તેમને આ ડોઝ આપ્યો હતો. વડાપ્રધાન કોઈપણ સુરક્ષા વિના એઇમ્સ પહોંચ્યા હતા. બીજો ડોઝ 28 દિવસ પછી પીએમ મોદીને આપવામાં આવશે. પીએમ મોદીએ રસી બાદ ભાજપના ઘણા મોટા નેતાઓએ ટ્વીટ કર્યું છે. બીજેપીએ કહ્યું છે કે પીએમ મોદીએ રસી મેળવીને દેશને રસ્તો બતાવ્યો છે. આ સાથે લોકોની મૂંઝવણને દૂર કરી છે. વડાપ્રધાન મોદીએ પણ આ અંગે ટ્વીટ કર્યું હતું. 

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ સીએમ વિજયભાઈ રૂપાણીના પત્નીએ ગાંધીનગરની અપોલો હોસ્પિટલમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. આજથી દેશભરમાં સિનિયર સિટીઝન્સને રસી આપવાનો પ્રારંભ થયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ રસી લઈ લોકોને રસી લેવા અપીલ કરી છે.

જે બાદ હવે ગાંધીનગરની અપોલો હોસ્પીટલમાં આરોગ્ય સચિવ જયંતી રવિએ  કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS