જામનગર શહેરમાં કોરોના નો એક પોઝીટીવ કેસ નોંધાયા પછી ગ્રામ્ય માં પણ કોરોનાનો એક નવો પોઝિટિવ કેસ નોંધાયો

  • September 15, 2021 10:18 AM 

મ્યુકોર્માઇકોસિસની બીમારીના અન્ય ચાર દર્દીઓ હાલ જી.જી. હોસ્પિટલના ઇ.એન્ડ.ટી. વિભાગમાં સારવાર હેઠળ

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના ની બીજી લહેર ની લગભગ સમાપ્તિ થઈ હતી, અને છેલ્લા દસેક દિવસ ના સમયગાળા પછી જામનગર શહેરમાં એક નવો પોઝિટિવ કેસ નોંધાયો હતો, અને તેની સારવાર ચાલી રહી છે. દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં પણ એક નવો પોઝિટિવ કેસ નોંધાયો છે.

 જામનગર મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા જામનગર શહેર અને જિલ્લામાં કોરોના ના ટેસ્ટ ની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે, અને અત્યાર સુધીમાં ૮ લાખ ૮૮ હજાર થી વધુ કોરોના ટેસ્ટ કરી લેવામાં આવ્યા છે. જેમાં જામનગરના શહેરી વિસ્તારમાં ૫,૧૮,૯૦૧ ટેસ્ટ કરાયા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ૩,૬૯,૨૨૬ કોવિડ ટેસ્ટ કરાયા છે. અને સમગ્ર જિલ્લામાં કુલ ૮,૮૮,૧૨૭ ટેસ્ટ કરી લેવામાં આવ્યા છે.

 જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ના ઇ.એન્ડ.ટી. વિભાગ માં મ્યુકોર્માઇકોસિસ ના ચાર દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. અને તેઓ ઇન્જેક્શન ના માધ્યમથી સારવાર મેળવી રહ્યા છે. હાલમાં કોઈ ની સર્જરી કરવામાં આવી નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS