વિડીયો શેર કરી સની લિયોને વર્ણવ્યું પોતાનું દર્દ, ક્લિક કરીને જુઓ વિડીયો

  • March 09, 2021 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવે એક પ્રખ્યાત એડલ્ટ સ્ટારથી બોલિવૂડ એક્ટ્રેસ બની ચૂકેલી સની લિયોને ખૂબ જ ટૂંકા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી લીધી છે. તેણે રિયાલિટી શો બિગ બોસમાં સ્પર્ધક તરીકેની રજૂઆત કર્યા બાદ બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેણી સ્ક્રીન પર એકથી વધુ બોલ્ડ સીન્સ અને ડાન્સ નંબર કરી ચુકી છે. તાજેતરમાં જ સની લિયોને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ખુલીને તેના જીવન વિશે વાત કરી છે. તેણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે જણાવ્યું છે કે 21 વર્ષની ઉંમરથી તેણે કઇ મુશ્કેલી સહન કરી રહી છે.
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunny Leone (@sunnyleone)

સન્ની લિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સનીએ પોતાની રમતિયાળ શૈલીમાં ખૂબ જ ગંભીર અને ઊંડી વાતો શેર કરી છે. તેણે વીડિયોમાં પોતાની વેદનાને વર્ણવતા કહ્યું કે 21 વર્ષની ઉંમરેથી જ તેને નફરતની કમેન્ટ મળવાનું શરૂ થયું. તેમને ઇમેઇલ દ્વારા જજમેન્ટલ અને સેક્સેસિસ્ટ કમેન્ટ મોકલવામાં આવતી હતી. તેને ડાન્સ મૂવ્સ માટે ટીકાનો સામનો કરવો પડ્યો. 

સનીએ કહ્યું તેમને ઇન્ડસ્ટ્રી તરફથી કોઈ ઓફર અને સમર્થન મળ્યું નહીં, એવોર્ડ શો પર તેમને બાયકોટ કરવામાં આવી. સનીએ વધુમાં જણાવ્યું હતું કે આ બધા પછી, આજે તે પોતાનું સ્વપ્ન જીવે છે, તેણે અત્યાર સુધીનું સૌથી મોટું બ્લોકબસ્ટર ગીત 'બેબી ડોલ' આપ્યું છે. તે એક સુંદર કુટુંબ ધરાવે છે. તે એક સફળ બીઝનેસ મહિલા છે, તેણે પોતાની મેકઅપ બ્રાંડ ઉભી કરી છે. સની આગળ કહે છે કે 'હું જે પણ છું તેનો મને ગર્વ છે, હું મારી જાતને ખુદ બનાવનારી સ્ત્રી છું'.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS