હાલારમાં બપોરના આકરો તાપ શરુ : તાપમાન 2 ડીગ્રી વધી 33.2 થયું

  • March 01, 2021 11:46 AM 

11 થી 5 દરમ્યાન ઉનાળા જેવું વાતાવરણ થતા લોકોએ એસી, પંખા કયર્િ ઓન : બે દિવસ બાદ મહત્તમ તાપમાન 35 ડીગ્રીને પાર કરી જશે તેવી હવામાન ખાતાની આગાહી

જામનગર સહિત સમગ્ર હાલારમાં હવે ઉનાળા જેવો આકરો તાપ શરુ થઇ ચુકયો છે, બે દિવસથી ધીરે ધીરે મહત્તમ તાપમાનમાં બે ડીગ્રીનો વધારો થયો છે, બપોરના 11 થી 5 દરમ્યાન આકરો તાપ જોવા મળે છ.

કલેકટર કચેરીના ક્ધટ્રોલમના જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન 33.2 ડીગ્રી, ઓછામાં ઓછુ તાપમાન 18 ડીગ્રી, હવામાં ભેજ 92 ટકા, પવનની ગતી 15 થી 20 કીમી પ્રતી કલાક જોવા મળી હતી.

કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, કલ્યાણપુર, ભાણવડ, લાલપુર, ધ્રોલ જોડીયા, ફલ્લા, રાવલ, સલાયા સહિતના વિસ્તારોમાં અને આજુબાજુના ગામડાઓમાં ઠંડીમાં ઘટાડો થયો છે.

ઠંડી ગરમીની સીઝનને કારણે હાલારમાં તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસી જવાના કેસો પણ વઘ્યા છે, જો કે આ વર્ષે શિયાળામાં સ્વાઇનફલુ આવ્યો નથી, છેલ્લા ત્રણ ચાર દિવસથી તો મિશ્ર ઋતુનું આગમન થઇ ચુકયું છે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 35 ડીગ્રીને પાર કરી જશે તેવી હવામાન ખાતાની આગાહી છે ત્યારે હવે ધીરે ધીરે ઉનાળો બેસી ગયો છે.

આજ સવારે પણ હાઇવે ઉપર ભારે ધુમ્મસ જોવા મળી હતી અને 10 વાગ્યા બાદ ઝાકળ દુર થઇ હતી, બપોરના જે રીતે ગરમી પડે છે તે જોતા અત્યારથી જ કાળઝાળ ગરમી શરુ થઇ ચુકી છે, નિષ્ણાંતોના મતે આ વખતે અસહ્ય ગરમી પડશે જો કે હવામાન ખાતાએ જણાવ્યુ છે કે તા. 3 માર્ચ બાદ ધીરે ધીરે મહત્તમ તાપમાન 35 ડીગ્રીને પાર કરી જશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS