અમદાવાદ : રિવરફ્રંટને લઈને લેવાયો મોટો નિર્ણય, ગૃહમંત્રીએ આપ્યા આદેશ

  • March 09, 2021 09:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

અમદાવાદની આયેશાએ એક વીડિયો શેર કર્યા બાદ સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. આ ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા હતા. દહેજ મુદ્દે સાસરાના ત્રાસના કારણે અને પતિએ તરછોડી દેવાથી કંટાળેલી આયેશાએ રિવરફ્રંટ પરથી નદીમાં કુદી મોતને વહાલું કર્યું હતું. આ ઘટના બાદ હવે સ્થાનિક તંત્ર પણ સજાગ થયું છે અને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

 

 

આયેશા સહિત છેલ્લા 2 વર્ષ દરમિયાન સાબરમતીમાં કુદી અને 31 મહિલાઓએ આપઘાત કર્યો છે. આ મામલે હવે નિર્ણય લેવાયો છે કે રિવરફ્રંટ પર થ્રી લેયર સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ વાતનો ઉલ્લેખ રાજ્યાના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ એક નિવેદનમાં કર્યો હતો. 

 

 

રિવરફ્રન્ટ પર આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે સરકારે રિવરફ્રન્ટ પર થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થાના આદેશ આપ્યા છે. એટલે કે હવે પોલીસ સાબરમતી નદીમાં સ્પીડ બોટથી પેટ્રોલિંગ કરશે. સાથે જ 15 સ્કૂટર અને બે ગોલ્ફ કાર્ટમાં મહિલા પોલીસ પેટ્રોલિંગ કરશે. આ ઉપરાંત અહીં 200થી વધુ સીસીટીવી ગોઠવવામાં આવશે અને 20 પોલીસ ચોકી તૈયાર કરી સતત મોનિટરિંગ કરવામાં આવશે. 13 કિમીના રિવરફ્રન્ટ પર ચાંપત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS