કોરોનાના કારણે અમરનાથ યાત્રા રદ, ઓનલાઈન દર્શન કરી શકાશે

  • June 21, 2021 10:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોના મહામારી વચ્ચે આ વર્ષે અમરનાથની યાત્રા નહીં યોજાઈ...જો કે ભક્તો અમરનાથ દાદાના ઓનલાઈન દર્શન કરી શકશે...આગામી 28 જૂનથી અમરનાથ દાદાના દર્શનનો લાભ ભક્તો લઈ શકશે...ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ અમરનાથની યાત્રા રદ કરવામાં આવી હતી...આમ સતત બીજા વર્ષે આ યાત્રા કોરોનાની મહામારીને લઈને રદ કરવામાં આવી છે...જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ શ્રાઈન બોર્ડ સાથે ચર્ચા કર્યાં બાદ આ અંગે જાહેરાત કરી હતી...તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકોનું આરોગ્યએ અમારી અગ્રિમતા છે, જેને ધ્યાનમાં રાખી આ યાત્રા રદ્દ કરવામાં આવી છે...

સમૃદ્ધની સપાટીથી 3,880 મીટરની ઉંચાઈ પર હિમાલયમાં આવેલા અમરનાથની 56 દિવસ સુધી ચાલનારી આ યાત્રા 28 જૂનથી પહલગામ અને બાલટલ રુટથી શરૂ થવાની હતી અને 22 ઓગસ્ટ સુધી ચાલવાની હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS