28 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા : જૂઓ બાબા બર્ફિલાની પ્રથમ તસ્વીર

  • April 18, 2021 05:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરનાથની યાત્રાનું હિન્દુ ઘર્મમાં ખૂબ મહત્વ છે. બાબા બર્ફાનીના દર્શનનો ખૂબ જ મહિમા ત્યારે કોરોના કાળ વચ્ચે શ્રધ્ધાળુંને બાબા બર્ફાનીના દર્શન માટે યાત્રા 28 જૂનથી શરૂ થવા જઈ રહી છે. તાજેતરમાં અમરનાથ શિવલિંગની પહેલી તસવીર સામે આવી છે. આ વર્ષે શિવલિંગનું કદ ઘણુ મોટું દેખાય રહ્યું છે.

 

 

નોંધનિય છે કે અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન 1લી એપ્રિલથી શરૂ થઈ જાય છે. 56 દિવસ સુધી ચાલનારી આ યાત્રા પહલગામ અને બાલટાલના માર્ગે 28 જૂનથી શરૂ થશે. આ યાત્રા 22 ઓગસ્ટના રોજ પૂરી થશે. અમરનાથબાબાની યાત્રા અને આ શિવલિંગ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. જેમના દર્શન માટે શ્રદ્ધાળુઓ અનેક મુશ્કેલી વેઠીને પણ બર્ફિલા બાબાના દરબારમાં જાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application