અમિતાભ બચ્ચનને કરાવવી પડી સર્જરી આ સર્જરી

  • March 01, 2021 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ જ અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં તેની તબિયતને લઈને વાત કરી હતી. જે પછી તેમના ચાહકો ખુબ જ પરેશાન થઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર અમિતાભ બચ્ચનને મોતિયો હતો, જેની લેસર સર્જરી કરાવવાની હતી. મળતી માહિતી અનુસાર, સર્જરી થઈ ગઈ છે અને હવે અમિતાભ આશરે 24 કલાક સુધી હોસ્પિટલમાં ડોકટરોની દેખરેખ હેઠળ રહેશે અને આજે ઘરે પરત ફરશે.

 અમિતાભ બચ્ચનને આજે સાંજ સુધીમાં હોસ્પિટલમાંથી રજા આપીને ઘરે પરત ફરશે.  બિગ બીના મોતિયાને દૂર કરવા માટે લેસર ઓપરેશન કરવામાં આવ્યું છે. અમિતાભ બચ્ચને શનિવારે રાત્રે તેમના બ્લોગમાં તેમની આરોગ્ય વિષે માહિતી આપી હતી. બિગ બીએ લખ્યું, 'મેડીકલ કન્ડીશન, સર્જરી, હું લખી શકતો નથી….'
 

અમિતાભ બચ્ચનનો આ બ્લોગ સામે આવતા જ ચાહકો ખુબ પરેશાન થયા હતા, અને અભિનેતા વિશે જાણવા માગતા હતા. જોકે, અમિતાભ બચ્ચન બરાબર હોવાથી હવે ચાહકોને પણ રાહત મળી હતી. ગયા વર્ષે અમિતાભ બચ્ચનને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. અમિતાભની સાથે તેમના પુત્રો અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય અને પૌત્રી આરાધ્યા બચ્ચનને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. 


અમિતાભની આગામી ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં રૂમી જાફરીની ફિલ્મ ફેસિસમાં જોવા મળશે. આ ફિલ્મ 30 એપ્રિલના રોજ રીલિઝ થશે. આ સિવાય અમિતાભ 18 જૂને રિલીઝ થનારી જુંડ ફિલ્મમાં પણ જોવા મળશે. આ બંને ફિલ્મ્સ ઉપરાંત અમિતાભ બચ્ચન રણબીર અને આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS