સુરતના ૩ વર્ષના બાળકના ફેન બન્યા અમિતાભ બચ્ચન

  • October 28, 2020 02:21 AM 3449 views

ફિલ્મ જગતના મહાનાયક અમિતાભ બચ્ચને ચાઈલ્ડ ઈઝ ધ ફાધર ઓફ મેન નામે સુરતના એક બાળ કલાકારનો વીડિયો ટ્વિટ કર્યો છે.આં વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થયા બાદ બીગ બી સુધી પહોંચ્યો હતો.જેમાં બાળક તેના પપ્પાસાથે સંગીતનો રિયાઝ કરી રહ્યો છે.સુરતના આ 3 વર્ષના બાળકનું  નામ શ્રી છે જેના  સંગીત પ્રેમ પર બીગ બી  ઓળઘોળ થઈ ગયા છે. અમિતાભ બચ્ચને આ વીડિયો પોતાના ટ્વિટર પરથી ટ્વિટ કરીને  લખ્યુ છે કે, ચાઈલ્ડ ઈઝ ધ ફાધર ઓફ મેન.જેથી બાળક કલાકાર શ્રી તાનાજી જાદવ અને તેમના પરિવારમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે, ત્રણ પેઢીથી સંગીત સાથે સંકળાયેલ પરિવારે અમિતાભ બચ્ચનનો  ટ્વિટ કરવા બદલ આભાર માન્યો હતો..

 મૂળ મહારાષ્ટ્રના અહેમદનગરના વતની  શ્રી અને તેમનું જાદવ પરિવાર છેલા ચાર વર્ષથી શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા વૈષ્ણવદેવી રોડ પરના વૈષ્ણવ દેવી સ્કાયના E-બિલ્ડીંગમાં રહે છે.આ પરિવાર ત્રણ પેઢી થી સંગીત સાથે સંકળાયેલું છે.શ્રીના પિતા તાન્હાજી ઓલ ઈન્ડિયા રેડિયોના આર્ટિસ્ટસ છે. સાથે સાથે ખાનગી શાળામાં સંગીત ટીચર તરીકે પણ ફરજ બજાવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application