સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ ફિલ્મથી ડેબ્યૂ કરશે અનન્યા પાંડે

  • February 19, 2021 09:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કરણ જોહર લાઈગર ફિલ્મ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ્સમાની એક  છે. ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે પણ પુરી જગન્નાથ દ્વારા નિર્દેશિત આ ફિલ્મથી દક્ષિણ ભારતીય સિનેમામાં પ્રવેશ કરશે. લાઈગર બહુભાષીય ફિલ્મ છે, જે તેલુગુ તેમજ હિન્દી અને દક્ષિણ ભારતીય ભાષાઓમાં રિલીઝ થશે. લાઈગર એ આ વર્ષે આવી રહેલી દક્ષિણ ભારતીય ફિલ્મોમાંની એક છે, જે પૈન-ઇન્ડિયા પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ ફિલ્મના માધ્યમથી તેલુગુ સ્ટાર વિજય દેવરકોંડા હિન્દી બેલ્ટના દર્શકો સુધી પહોંચશે, જ્યારે અનન્યા દક્ષિણ ભારતીય દર્શકોની વચ્ચે પ્રવેશ કરશે. 

અનન્યા શરૂઆતમાં લાઈગરને લઈને ગભરાઈ ગઈ હતી. એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે તેમણે બે વર્ષ પહેલા હિન્દી ફિલ્મ ઉદ્યોગથી શરૂઆત કરી હતી અને હવે અન્ય ચાર ભાષા ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કરી રહી છે. તે ચાર ગણીની નર્વસનેસ સાથે ઉત્સાહિત પણ છે. અનન્યાએ કહ્યું કે ભારત વિવિધતાઓનો દેશ છે. ત્યાં અનેક પ્રકારની સંસ્કૃતિ છે. ત્યાં વિવિધ ભાષાઓ છે અને તે ઓટીટી પર તકો સાથે વિકસિત થઈ રહી છે હવે કોઈ સીમા બાકી નથી. હું તેને વિવિધ ભાષાઓ અને લોકો સુધી પહોંચવાની એક શ્રેષ્ઠ તક માનું છું. 

ફિલ્મનો ફર્સ્ટ લુક અને રિલીઝ ડેટ થોડા દિવસો પહેલા રિલીઝ થઈ હતી. લાઈગર 9 સપ્ટેમ્બરના રોજ થિયેટરોમાં આવશે. અનન્યા આ સિવાય શકુન બત્રાની ફિલ્મમાં પણ જોવા મળશે, જેમાં તે દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે સ્ક્રીન શેર કરશે. અનન્યાએ કરણ જોહરના સ્ટુડન્ટ ઓફ ધ યરથી બોલિવૂડમાં અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે ટાઇગર શ્રોફની સાથે હતી. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS