યૌન શોષણ સંબંધીત નિર્ણયથી નારાજ અમદાવાદની યુવતીએ જજને મોકલ્યા કોન્ડોમના પેકેટ

  • February 19, 2021 09:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોમ્બે હાઈકોર્ટની જજ પુષ્પા ગગેડીવાલાના યૌન શોષણ સંબંધીત વિવાદાસ્પદ સ્કીન ટૂ સ્કીન ટચવાળા નિર્ણયથી નારાજ અમદાવાદની એક મહિલાએ પોતાનો રોષ વ્યક્ત કરી તેમને કોન્ડોમના પેકેટ મોકલ્યા છે. યૌન ઉત્પીડનના મામલે વિવાદિત નિર્ણય લેનાર જસ્ટિસ પુષ્પા હાલ બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચમાં તૈનાત છે. 
 

પોતાને એક રાજનીતિક વિશ્લેષક કહેનાર અમદાવાદની મહિલા દેવશ્રી ત્રિવેદીએ વિરોધ વ્યક્ત કરતાં જજને 150 કોન્ડોમ મોકલ્યા છે. થોડા દિવસો પહેલા જજ પુષ્પા ગનેડીવાલાએ એક નિર્ણય સંભળાવ્યો હતો જેને વિવાદિત માનવામાં આવે છે. આ મામલો બાળકો પર યૌન શોષણ અને યૌન ઉત્પીડન સંરક્ષણ એટલે કે પોક્સો એક્ટ સંબંધિત હતો. 
 

દેવશ્રી ત્રિવેદીનો દાવો છે કે જજ ગનેડીવાલાના નિર્ણયથી તે નારાજ છે. તેણે કહ્યું હતું કે યૌન ઉત્પીડનના અપરાધમાં યૌન સંપર્ક સાથે ત્વચાથી ત્વચાનો સંપર્ક થવો જોઈએ. એક સગીર યુવતીનો હાથ પકડવો અને તે સમયે તે વ્યક્તિની પેંટની ઝીપ ખુલ્લી હોય તે યૌન હુમલાની પરિભાષામાં આવતું નથી. આ નિર્ણયથી નારાજ દેવત્રીએ અલગ અલગ 12 જગ્યાએ કોન્ડોમ મોકલ્યા હતા. જેમાં જજની ચેંબર, રજિસ્ટ્રી સહિતના સ્થાનનો સમાવેશ થાય છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application