એન્ટિલિયા કેસ : શંકાસ્પદ સ્કોર્પિયોની તપાસમાં ચોંકાવનારી માહિતી આવી બહાર

  • February 26, 2021 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુકેશ અંબાણીના ઘર  એન્ટિલિયાની બહાર, શંકાસ્પદ વાહન છોડનાર વ્યક્તિની શોધ કરવામાં આવી રહી છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને એટીએસ આ મામલે તપાસ કરી રહ્યા છે. આ દરમિયાન એક વિશિષ્ટ માહિતી બહાર આવી છે. એન્ટીલિયાની બહાર શંકાસ્પદ વાહન છોડનાર વ્યક્તિ સવારે લગભગ 3.20 વાગ્યે કાર છોડીને નીકળ્યો હતો. 

સીસીટીવી ફૂટેજ મુજબ આ વ્યક્તિ લગભગ 2 કલાક 20 મિનિટ કારમાં બેઠો હતો. તેણે ત્યાં પ્રતીક્ષા કરી અને પછી કાર મૂકીને ચાલ્યો ગયો. હવે પોલીસ દ્વારા ઇનોવા વાહનને ટ્રેક કરવામાં આવી રહ્યું છે, જેમાં તે વ્યક્તિ સવાર થઈને નાસી છૂટયો હતો. 

પોલીસના જણાવ્યા અનુસાર, જે એન્ટિલિયા બહાર છોડવામાં આવી હતી તે સ્કોર્પિયો બ્લેક હતી. જેમાં જિલેટીન મળી આવ્યું હતું, આ ઉપરાંત તેમાં એક ધમકીભર્યો પત્ર પણ મૂકવામાં આવ્યો હતો. પોલીસને બાતમી મળી છે કે તે વ્યક્તિ સ્કોર્પિયો મુકીને ઇનોવા વાહનમાં સવાર થઈને ફરાર થઈ ગયો હતો. 

એન્ટિલિયાની બહાર મળી આવેલી સ્કોર્પિયોમાં એક મુકેશ અંબાણીના નામે ધમકી ભરેલી ચિઠ્ઠી હતી. પત્રમાં લખ્યું હતું કે, 'મુકેશ ભાઈ, નીતા ભાભી આ વખતે પૂરો ઇન્ત્ઝામ થઇ ગયો છે, હવે પછીની કામગીરી પૂર્ણ થશે'.

આ બંને વાહનો ચોરી થયાના અહેવાલ છે, સ્કોર્પિયો ચોરી થયાના થોડા દિવસો પહેલા ફરિયાદ કરવામાં આવી હતી. આ વાહનની માલિકી ધરાવનાર વ્યક્તિનું નિવેદન પણ નોંધવામાં આવ્યુંછે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS